Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

યુપી પોપ્યુલેશન બિલનો ડ્રાફટ તૈયાર

૨ કરતા વધુ બાળકો ધરાવતા લોકોની સુવિધામાં ઘટાડો : નસબંધી કરવા પર ઇન્ક્રીમેન્ટ, પ્રમોસનસહિતના લાભ

લખનૌ તા. ૧૦ : યુપીનારાજય વિધિ પંચે યુપી જનસંખ્યા વિધેયક ૨૦૨નો ડ્રાફટ તૈયાર કરી લીધો છે. ટૂંકસમયમાંપંચ તેને અંતિમ રૂપ આપ્યાબાદ રાજયસરકારનેસોંપવામાં આવશે. આ ડ્રાફટમાં યુપીમાં યુપીમાં વસ્તી નિયંત્રણ માટે કાયદાકીય ઉપાયોનામાર્ગ ચીંધવામાં આવશે.

ઉત્ત્।ર પ્રદેશના રાજય વિધિ આયોગે યૂપી જનસંખ્યા બિલ ૨૦૨૧નો ડ્રાફટ તૈયાર કરી લીધો છે. ટૂંક જ સમયમાં આયોગ આને અંતિમ રૂપ આપ્યા પછી રાજય સરકારને સોંપી દેશે. આ ડ્રાફટમાં યૂપીમાં જનસંખ્યા નિયંત્રણ માટે કાનૂની ઉપાયોના રસ્તાઓ સૂચવવામાં આવ્યા છે.

આ ડ્રાફટ અનુસાર, ૨થી વધારે બાળકો થવા પર સરકારી નોકરીઓમાં આવેદનથી લઈને સ્થાનિક ચૂંટણી લડવા સુધી પ્રતિબંધ લગાવવાનો પ્રસ્તાવ છે.

વિધિ આયોગે કાયદેસર આ ડ્રાફટને સરકારી વેબસાઈટ પર અપલોડ કરી છે અને ૧૯ જૂલાઈ સુધી જનતા પાસે મંતવ્ય માંગ્યા છે. આ ડ્રાફટ એવા સમયે રજૂ કરવામાં આવ્યો છે જયારે ૧૧ જૂલાઈએ યોગી સરકાર નવી જનસંખ્યા નીતિ રજૂ કરવા જઈ રહી છે.

આયોગ અનુસાર આ ડ્રાફટને તૈયાર કરવા માટે કોઈ સરકારી આદેશ નથી. પોતે જ પ્રેરણાથી આ ડ્રાફટ આયોગે તૈયાર કર્યો છે.

એવામાં આ એકટ લાગું થયો તો બેથી વધારે બાળકો પેદા કરવા પર સરકારી નોકરીઓમાં આવેદન અને પ્રમોશનની તક મળશે નહીં. ૭૭ સરકારી યોજનાઓ અને અનુદાનથી પણ વંચિત રાખવાની જોગવાઇ છે.

જો આ લાગું થયુ તો એક વર્ષની અંદર જ બધી સરકારી અધિકારીઓ કર્મચારીઓ સ્થાનીક એકમમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને શપથ પત્ર આપવું પડશે કે તેઓ આનું ઉલ્લંઘન કરશે નહીં. કાયદો લાગું થતી વખતે તેમને એક-બે બાળકો જ છે અને તેઓ ત્રીજી સંતાન પેદા કરે છે તો પ્રતિનિધિની ચૂંટણી રદ્દ થશે અને ચૂંટણી ના લડવાનો પ્રસ્તાવ છે. સરકારી કર્મચારીઓનું પ્રમોશન તથા સરકારી કર્મચારીઓને બરતરફ કરવાની ભલામણ કરવાની છે.

(12:58 pm IST)