Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

ઇમાનદારીનું ઉદાહરણ : ટ્રેનમાંથી લાખો રૂપિયા અને દાગીના મળ્યા : આરપીએફે મૂળ માલિકને પરત સોંપ્યા

રામપુર આરપીએફ પોલીસે એક મહિલાના સાડા છ લાખ રૂપિયા રોકડા અને એક લાખ રૂપિયાના દાગીના ભરેલી બેગ પરત આપી

આરપીએફ પોલીસની ઈમાનદારીની આખા રામપુરમાં ચર્ચા છે,ટ્રેનમાં આરપીએફને 6.5 લાખ રૂપિયા ભરેલી બેગ મળી હતી. આ બેગ મૂળ માલિક મહિલાને પરત કરી હતી.

રામપુર આરપીએફ પોલીસે એક મહિલાના સાડા છ લાખ રૂપિયા રોકડા અને એક લાખ રૂપિયાના દાગીના ભરેલી બેગ ટ્રેનમાં છૂટી ગઈ હતી. જે પોલીસ કર્મચારીએ મહિલાને પરત કરી દીધી હતી. બેગ પરત મળતા મહિલાના ચહેરા ઉપર ખુશી દેખાઈ રહી હતી. તેણે આરપીએફ કર્મચારીનો આભાર માન્યો હતો.

રામપુરમાં ગાડી નંબર 05013 રાનીખેત એક્સપ્રેસના એસ3/64 સીટ ઉપર એક મહિલાનો સામન છૂટી ગયો હતો. જેને એસ્કોર્ટિંગ પાર્ટી હેડ કોન્સ્ટેબલ રમેશ ચંદ્ર, કોન્સ્ટેબલ દેશરાજ મીણા, હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્ર સિંહ દ્વારા પોસ્ટ રામપુરમાં જમા કરાવ્યો હતો. જ્યારે આરપીએફે સામાન ચેક કર્યો તો તેમાંથી એક મંગળસૂત્ર, એક જોડી કાનની બુટ્ટીઅને ટોપ્સની એક લાખ રૂપિયાની કિંમત અને છ લાખ રૂપિયા રોકડા હતા.

સામાન લેવા માટે દિલ્હી નિવાસી મહિલા દીપા જોશી અને તેમને દિયર શેખર ચંદ્ર જોશી આવ્યા હતા. તેમણે જણાવ્યું કે હાપુડમાં કોચ બદતા દરમિયાન મહિલાના દિયર પડી ગયા હતા. તો તેમણે જેનાથી તેમની ટ્રેન છૂટી ગઈ હતી.

આ મામલે આરપીએફ ઇન્ચાર્જ રાકેશ કુમાર યાદવ સાથે વાત કરી હતી. દીપા અને દીયર દિલ્હી કેન્ટથી કાઠગોદામ જઈ રહ્યા હતા. દિયર જનરલ કોચમાં હતા અને તેઓ સ્લીપર કોચ કોચ ચેન્જ કરી રહી હતી. આ સમયે તેમનો સામાન લેવા માટે હાપુડમાં ઉતરી ગઈ અને ટ્રેન છૂટી ગઈ ગહી.

(10:40 am IST)