Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

૪૦૦ ઓરડાવાળા ૪૦૦૦ કરોડના મહેલમાં રહે છે નાગરિક ઉડ્ડયન મંત્રી સિંધિયા

ત્રણ માળના મહેલની અંદરની સજાવટમાં ૫૬૦ કિલો સોનું વાપરવામાં આવ્યું છે

નવી દિલ્હી,તા. ૧૦: સિંધિયા રાજઘરનાની સમૃદ્ઘિ અને વૈભવીતાનો અંદાજો ગ્વાલિયર સ્થિત જયવિલાસ પેલેસની ભવ્યતાને જોઈને લગાવી શકાય છે. ૪૦૦ ઓરડાઓ ધરાવતા આ મહેલની અંદાજીત કિંમત ૪૦૦૦ કરોડ છે. નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં કુલ ૩૪૦ ઓરડાઓ છે.

જયવિલાસ પેલેસનું નિર્માણ ૧૮૭૪માં શરૂ થયું હતું. ત્યારે જયાજીરાવ સિંધિયા મહારાજ હતા. આ મહેલની રચના બ્રિટનના સર માઇકલ ફિલોસે કરી હતી. એવું કહેવામાં આવે છે કે આ વિશાળ મહેલ ૧૮૭૬માં ભારત આવેલા પ્રિન્સ જયોર્જ અને પ્રિન્સેસ મેરીના સ્વાગત માટે બનાવવામાં આવ્યો હતો.

જયવિલાસ પેલેસમાં ૪૦૦ ઓરડાઓ છે. મહેલની છત પણ સોનાથી મઢેલી છે. ત્રણ માળના મહેલની અંદરની સજાવટમાં ૫૬૦ કિલો સોનુ વાપરવામાં આવ્યું છે. તેના ૪૦ ઓરડાઓને હવે સંગ્રહાલયમાં બદલી નાખવામાં આવ્યા છે. એવી દ્યણી વસ્તુઓ સંગ્રહાલયમાં રાખવામાં આવી છે, જે સિંધિયા રાજવંશની સમૃદ્ઘિને દર્શાવે છે. સાથે તે ઐતિહાસિકરૂપે પણ મહત્વપૂર્ણ છે. આમાં મુગલ બાદશાહ ઓરંગઝેબ અને શાહ આલમના સમયની ચાંદીના બગ્ગી, ઝાંસી કી રાણીની કી છત્રી, તલવારો અને વિંટેજ કાર સામેલ છે.

મહેલની છત પર બે ઝુમ્મર લટકાવેલા છે, તેનું વજન ૩૫૦૦ કિલો છે. આ ઝુમ્મર બેલ્જિયમના કલાકારો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવે છે કે છતમાં ઝુમ્મર લગાવ્યા તે પહેલાં ૧૦ હાથીઓને છતની ઉપર ચઢાવવામાં આવ્યા હતા. આ એટલા માટે કે છત એટલો વજન સહન કરવા સક્ષમ છે કે કેમ. લગભગ એક અઠવાડિયા સુધી તપાસની પ્રક્રિયા પછી ઝુમરોને લટકાવામાં આવ્યા હતા.

સિંધિયા પરિવાર પુષ્કળ સંપત્ત્િ।નો માલિક હોવાનું કહેવાય છે. જયવિલાસ પેલેસ ઉપરાંત દિલ્હીનો સિંધિયા વિલા, ગ્વાલિયર હાઉસ વગેરે આમાં સામેલ છે. જો કે, આ મિલકતો અંગે પણ કૌટુંબિક વિવાદ છે જે વર્ષોથી ચાલે છે.

(10:11 am IST)