Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહને મની લોન્ડરિંગ કેસમાં ઇડીએ સમન્સ પાઠવ્યું

મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહ ને ઇડીએ મની લોન્ડરિંગ કેસમાં સમન્સ મોકલ્યું છે. આ પૂર્વે ઇડીએ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની પણ પૂછપરછ કરી હતી. આ અંગે ઇડીએ જણાવ્યું કે મની લોન્ડરિંગ કેસમાં થોડા સમય પૂર્વે જ સમન્સ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું. તેમની આ કેસમાં પૂછતાછ કરવામાં આવશે.

સમાચાર સંસ્થાના જણાવ્યા અનુસાર પરમબીર સિંહની ઇડી દ્વારા પૂછતાછ કરવામાં આવશે. તેમણે જ સીએમ ઉધ્ધવ ઠાકરેને પત્ર લખીને સમગ્ર મામલા અંગે જાણ કરી હતી. પરમબીર સિંહે આ પત્રમાં લખ્યું હતું કે સચીન વાઝે  એ એમને જણાવ્યું હતું કે ગૃહમંત્રી અનિલ દેશમુખે તેમને દર મહિને 100 કરોડ રૂપિયા વસૂલવા કહ્યું હતું.જેમાં અનિલ દેશમુખની સંડોવણી અંગે તપાસ કરવા સમન્સ બજાવવામાં આવ્યો હતો. જો કે તેમણે આરોગ્યના કારણ આગળ ઘરીને હાજર થવામાં અસમર્થતા જાહેર કરી હતી.

આ પૂર્વે 100 કરોડના કથિત લાંચ અને વસૂલીના મની લોન્ડરિંગ(Money Laundering) કેસમાં દેશમુખને ઇડી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું હતું. પરમબીર સિંહ 1988 બેચના આઇપીએસ ઓફિસર છે અને તે હાલ મહારાષ્ટ્રના હોમ ગાર્ડ યુનિટના ડિરેક્ટર જનરલ છે.

(9:58 pm IST)