Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

સરયુ નદીમાં નહવા પડેલા પરિવારનાં ૧૨ જણાં ડૂબ્યા

અયોધ્યામાં દર્દનાક દુર્ઘટના સર્જાઈ : આગરાના પરિવારના ત્રણ જણાને લોકોએ બચાવી લીધા

અયોધ્યા, તા.૯ : અયોધ્યામાં એક ખૂબ જ દર્દનાક દુર્ઘટના સર્જાઈ છે. ગુપ્તાર ઘાટ પર સરયુમાં સ્નાન કરતી વખતે એક જ પરિવારના ૧૨ લોકો ડૂબી ગયા. સ્થાનિક પોલીસ ડાઇવર્સ બચાવ કામગીરી કરી રહ્યા છે. આ પરિવાર આગરાનો હોવાનું જણાવાઈ રહ્યું છે. આ આખો પરિવાર અયોધ્યા ધામની મુલાકાતે આવ્યો હતો.

મળતી માહિતી મુજબ આગરાથી એક જ પરિવારના ૧૫ લોકો અયોધ્યા ધામની મુલાકાતે આવ્યા હતા.

ગુપ્તાર ઘાટ પર અચાનક બધા સરયુમાં ડૂબી ગયા. ડૂબી ગયેલા લોકોમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ છે. સ્થળ પર લોકોએ ૩ લોકોને બચાવી લીધા હતા. બાકીના લોકો પ્રવાહને કારણે તણાઈ ગયા હતા. ત્યારબાદ બચાવ અને રેસ્ક્યૂ ઓપસેશન શરૂ થયું. આ દુર્ઘટના ત્યારે સર્જાઈ જ્યારે પરિવાર ગુપ્તાર ઘાટના અંતિમ છેડે સ્નાન કરી રહ્યો હતો. પગ લપસી જતા સરયૂની ઉંડાઈમાં ૧૨ લોકો ઉતરી ગયા હતા.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે  અયોધ્યાના ગુપ્તાર ઘાટ પર ૧૨ લોકોના ડૂબી ગયાની માહિતી પ્રાપ્ત થતાં જ વરિષ્ઠ અધિકારીઓને સ્થળ પર પહોંચી જલદીથી લોકોને બચાવવા સૂચના આપી છે. ગુપ્તાર ઘાટ પર એક વિશાળ પોલીસ મેળાવડો છે અને જરૂર પડે તો એનડીઆરએફની ટીમને પણ બોલાવી શકાય છે.

(12:00 am IST)