Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

કોરોના વાયરસમાં એક ખાસ પ્રજાતિનો કરચલો તમારો જીવ બચાવશેઃ વૈજ્ઞાનિકો રસી બનાવવાની તૈયારીમાં

નવી દિલ્હી: સમુદ્રી વ્યંજનોમાં કરચલો સૌથી સ્વાદિષ્ટ ફૂડમાંથી એક ગણવામાં આવે છે. પરંતુ એક ખાસ પ્રજાતિનો કરચલો તમારો જીવ બચાવવા માટે જાણિતો છે. હવે આ કરચલો તમને કોરોના વાયરસથી બચાવવાનો છે. આ બિલકુલ સત્ય છે. દુનિયાભરના વૈજ્ઞાનિકો હવે આ ખાસ કરચલાથી જ કોરોના વાયરસની રસી રસી તૈયાર કરી રહ્યા છે.

હોર્શૂ ક્રેબ જ છે કોરોના વાયરસ મહામારીની કીટ

સમુદ્રમાં મળનાર હોર્શૂ ક્રેબ- (કરચલાની એક પ્રજાતિ) જ કોરોના વાયરસની રસી તૈયાર કરવામાં મદદગાર સાબિત થઇ રહી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ખાસ સમુદ્રી પ્રજાતિ કરચલામાં સામાન્ય વાદળી રંગનું લોહી હોય છે જે વિભિન્ન બિમારીઓની રસી તૈયારમાં ઉપયોગ થાય છે. હવે કોરોના વાયરસ સામે લડવામાં પણ આ કરચલાનું લોહી (Crab blood) મદદગાર સાબિત થઇ રહ્યું છે.

એવું શું ખાસ છે આ કરચલામાં

પ્રાપ્ત માહિતી અનુસાર હોર્શૂ ક્રેબ-(કરચલાની એક પ્રજાતિ) ધરતી પર લગભગ 30 કરોડ વર્ષથી ઉપલબ્ધ છે. આ કરચલાને 10 આંખો હોય છે. આ કરચલાનું લોહી વાદળી રંગનું હોય છે. અત્યાર સુધી દુનિયાની તમામ બિમારીઓની સારવારમાં મદદગાર સાબિત થઇ રહ્યું છે. કોઇપણ રસીની અંદર એક બેક્ટેરિયા ઉપલબ્ધ ન હોવો જોઇએ. નહીતર માણસોનું મોત થઇ શકે છે. હોર્શૂ ક્રેબના લોહીમાં હાલ બેક્ટેરિયાને મારી નાખે છે.

અમેરિકન વૈજ્ઞાનિકોએ રસીમાં ખાસકરીને આ કરચલાના લોહીથી જ બેક્ટેરિયા સંક્રમણને દૂર રાખવાનો પ્રયત્ન કર્યો છે. જોકે આ પ્રજાતિના કરચલાની સંખ્યા દુનિયાભરમાં ખૂબ ઓછી થતી જાય છે. આ કારણે જ પર્યાવરણ અધિકારો પર કામ કરનાર સંસ્થાઓ કોરોના વાયરસમાં ઉપયોગનો વિરોધ કરી રહી છે.

(5:28 pm IST)