Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

448 છઠ માતા મંદિર, મંદિરની સામે આવતા ફોન કવો હું આવી જઇશ, શિવપુરઃ આ ફોટાને સોશ્‍યલ મીડિયામાં 13 હજાર યુઝર્સે પસંદ કર્યો

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર ઘણીવાર એવી વસ્તુઓ જોવા મળે છે કે તેના પર પોતાની નજર હટાવવી મુશ્કેલ થઇ જાય છે. આવા રસપ્રદ સામચારો ખૂબ જલદી વાયરલ થઇ રહ્ય છે. ઓનલાઇન શોપિંગ તો તમે બધા કરતા હશો અને ડિલીવરી માટે તેના પર ઘર અથવા ઓફિસનું એડ્રેસ પણ લખત હશો પરંતુ સોશિયલ મીડિયા પર છવાયેલા આ પેકેટ પર એક અલગ જ પ્રકારનું એડ્રેસ જોવા મળી રહ્યું છે. જેને એકવાર જોયા પછી ઘણી વાત તેના પર તમારી નજર પડશે.

રાજસ્થાનના એક મહાશયે એક શોપિંગ સાઇટ પરથી પોતાનો કેટલોક સામાન ઓર્ડર કર્યો અને તેના પર ડિલીવરી એડ્રેસ એટલું મજેદાર લખ્યું કે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે. જોકે તેના પર ઘર નંબર અથવા સ્ટ્રીટ નંબર અથવા કોઇ એપાર્ટમેન્ટના નામની જગ્યાએ બસ એક મંદિરનું લોકેશન લખ્યું છે. જે સામાન્ય રીતે આપણે લેંડમાર્ક તરીકે જ કોઇને બતાવીએ છીએ અથવા લખીએ છીએ. 

જેમ કે તમે આ ફોટામાં જોઇ શકો છો, તે મહાશયએ એડ્રેસની જગ્યાએ લખ્યું છે, - 448 છઠ માતા મંદિર, મંદિરની સામે આવીને ફોન કરવો હું આવી જઇશ, શિવપુરા. આ ફોટોને અત્યાર સુધી લગભગ 13 હજાર યૂજર્સ પસંદ કરી ચૂક્યા છે અને 3 હજાર યૂજર્સ તેને રીટ્વિટ કરી ચૂક્યા છે. આ સાથે જ તે મજેદાર કમેન્ટ્સ પણ પોસ્ટ કરી રહ્યા છે. તમે પોતે જોઇ શકો છો.

કદાચ એટલા માટે ભારતીય જનતા પોતાના જુગાડ નેચર માટે દરેક જગ્યાએ જાણિતા છે.

(5:27 pm IST)