Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

બિહારમાં એન્કાઉન્ટરમાં ૪ નકસલીઓ ઠારઃ પોલીસના લૂંટાયેલ અત્યાધુનિક હથીયારો મળ્યા

ગત રાતે માહિતી મળતા એસએસબીની ટીમે ૭ કલાક પીછો કરેલ

પટનાઃ બિહારના બગદામાં એસએસબીની સ્પેશ્યલ એકશન ટીમે એન્કાઉન્ટરમાં ૪ નકસલીઓનો ખાતમો બોલાવ્યો છે નકસલીઓ પાસેથી પોલીસના લૂંટાયેલ પાંચ આત્યાધુનિક હથીયારો મળી આવેલ જેમાં એકે-પ૬ ત્રણ એસએલએ અને થ્રીનોટથ્રી રાઇફલનો સમાવેશ થાય છે. એન્કાઉન્ટર વહેલી સવારે ૪.૪પ કલાકે નેપાળ સીમા પાસેના ચિતવન ફોરેસ્ટ પાસેના ગાઢ જંગલમાં થયેલ આઇજી સંજયકુમારે જણાવેલ કે ગત રાતે માહિતી મળતા એસએસબીની ટીમે બગદાના ગાઢ જંગલમાં પીછો કરવાનું શરૂ કરેલ. લગભગ સાત કલાક ચાલ્યા બાદ અથડામણ થયેલ એસએસબીના ઇન્સપેકટર રૂતુરાજ ઘાયલ થયેલ.

(3:56 pm IST)