Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

સવારથી ૭૧ નવા કેસનો વિસ્ફોટ

ભાવનગરમાં કોરોનાનું કાળચક્ર : વધુ પાંચના મોત

ભાવનગર શહેર અમદાવાદ-સુરતના માર્ગેઃ કુદકે ને ભુસ્કે વધતા કેસોથી ભાવેણાઓમાં ચિંતાનું મોજુ

ભાવનગર તા. ૧૦ :.. ભાવનગરમાં કોરોના વિસ્ફોટ થયો છે. સવારે ર૬ બાદ બપોરે વધુ ૪પ કેસ નોંધાતા બપોર સુધીમાં જ ૭૧ પોઝીટીવ કેસ અને પાંચ દર્દીઓનાં મોત નિપજયા છે. તંત્ર હરકતમાં આવ્યું છે અને લોકો ભયભીત બન્યા છે.

કોરોના વાઇરસે ભાવનગરને ભયભીત કર્યુ હોય તેમ આજે કોરોના બ્લાસ્ટ થયો છે. આજે સવારે ર૬ કેસ નોંધાયા બાદ શહેરમાં ૩૩ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧ર મળી વધુ ૪પ કેસ નોંધાતા તંત્રમાં ભારે દોડધામ મચી ગઇ છે. બપોર સુધીમાં જ ભાવનગરમાં કોરોના પોઝીટીવનો આંક વધી ૭૧ સુધી પહોંચી જતાં ભારે ખળભળાટ મચી ગયો છે.

ઉપરાંત આજે પાંચ દર્દીઓના મોત પણ નિપજયા છે. પાંચ પૈકી ચાર દર્દી કોરોના સાથે અન્ય બીમારીથી મૃત્યુ પામ્યા હોવાનું તંત્રએ જાહેર કર્યુ છે. સવારથી બપોર સુધી સતત કેસો વધી રહ્યા હોય ભાવનગર હવે અમદાવાદ-સુરત જેવી સ્થિતિમાં જઇ રહયુ હોય તેવી સંભાવના ઉભી થતાં હડંકપ મચી ગયો છે.

 ભાવનગર શહેર અને જીલ્લામાં કોરોનાએ કહેર મચાવ્યો છે અને આજે એક જ દિવસમાં કોરોનાથી પાંચ વ્યકિતનાં મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે. આજે સવારે કોરોના પોઝીટીવનાં વધુ ર૭ કેસ નોંધાયા બાદ આજે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં બપોર સુધી વધુ કેસ નોંધાતા કુલ ૭૧ કેસ થયા છે.

ભાવનગરમાં કોરોના વિસ્ફોટ સ્વરૂપ લેતો જાય છે. આજે સવારે વધુ  ર૭ પોઝીટીવ કેસ નોંધાતા અને એકનું કોરોનાથી મોત નિપજતાં ભાવનગરમાં ખળભળાટ મચી ગયો છે. તંત્ર પણ ઉંધા માથે થયુ હોય તેમ દોડધામ મચી ગઇ છે.

કાતીલ કોરોના વાયરસે ભાવનગરમાં કારો કેર વર્તાવ્યો છે રોજરોજ મોટી સંખ્યામાં પોઝીટીવ કેસ નોંધાતા અને મૃત્યુઆંક પણ વધી રહ્યો હોય હડકંપ મચી ગયો છે. લોકોમાં ભયની લાગણી ફેલાઇ છે.

ભાવનગરનાં મહુવાના ગોરસનાં જટાશંકર મણીશંકર પંડયા ઉ.૬૦ નો મોડી રાત્રે પોઝીટીવ કેસ આવ્યા બાદ હોસ્પીટલ ખસેડાયા બાદ વહેલી સવારે મોત નિપજયુ હતું. આ સાથે ભાવનગરમાં કોરોના થી મૃત્યુ આંક વધીને ૧૪ થયો છે. જયારે ભાવનગર શહેરમાં વધુ ર૬ પોઝીટીવ કેસ નોંધાયા છે. તંત્ર દ્વારા આ કેસ જુના હોવાનું જણાવાયુ છે પરંતુ આ નામો અગાઉ જાહેર થયેલ ન હોય ભારે ચર્ચા જાગી છે.

દરમ્યાન આજે સવારે ભાવનગરમાં વધુ ર૮ પોઝીટીવ દર્દીના નામ જાહેર કરાયા છે. જેમાં બે નાં મોત નિપજયા છે. જયારે  ત્રીજુ મોત પણ થયુ છે જે કોરોના સાથે અન્ય બીમારીમાં ગણશે તેમ તંત્ર દ્વારા જાહેર કરાયુ છે. આમ ભાવનગરમાં આજે સવારે કુલ ચારનાં મોત નિપજયા છે.

ભાવનગરનાં હાદાનગર સત્ય નારાયણ સોસાયટીમાં રહેતાં પાર્વતીબેન રમેશભાઇ સરવૈયા ઉ.પ૮ નું કોરનાથી મોત નિપજયુ છે. જયારે ભાવનગરનાં ભંડારીયા ગામનાં વલ્લભભાઇ નરસીશભાઇ ગોરી (ઉ.પપ) નું આજે સવારે કોરોના અને અન્ય બીમારી નિપજયુ છે. આ દર્દી તા. ર-૭ નાં રોજથી પોઝીટીવ કેસ આવ્યા બાદ ભાવનગરની હોસ્પીટલમાં સારવાર લઇ રહ્યો હતો.

જયારે ભાવનગર જીલ્લાનાં મહુવાનાં ગોરસનાં જટાશંકર મણીશંકર પંડયા ઉ.વ. ૬૦ નું કોરોનાથી મોત નિપજયુ છે. 

ભાવનગરમાં આજે ચોથુ મોત નિપજયું છે. ભાવનગર શહેરના વિજયરાજનગરમાં રહેતા છોટાલાલ શાહ (૯૦) નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા પહેલા જ મોત નિપજયું છે આ દર્દીને અન્ય બીમારી પણ હતી. આમ કોરોનાથી બે અને કોરોના અને અન્ય બિમારીથી એક સહિત કુલ ચારનાં મોત નિપજયા છે.

(2:51 pm IST)