Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

આ પોસ્ટમેને ૩૦ વર્ષ સુધી દરરોજ ૧૫ કિલોમીટર ચાલીને ડ્યુટી કરી

ચેન્નાઇ,તા.૧૦ : તામિલનાડુમાં પોસ્ટમેનની નોકરી કરતા ડી. શિવન તેમની ફરજના ભાગરૂપે રોજના ૧૫ કિલોમીટર ચાલીને કુન્નુરના દુર્ગમ ક્ષેત્રોમાં પત્ર પહોંચાડતા હતા. લગભગ ૩૦ વર્ષ સુધી તેઓ અવિરતપણે પૂરી નિષ્ઠાથી પોતાની ફરજ બજાવીને હાલમાં નિવૃત્ત થયા છે.

૧૫ કિલોમીટર ચાલીને ફરજ બજાવતી વખતે ડી. શિવનને ગાઢ જંગલોમાંથી પસાર થતી વખતે ચીકણી માટીવાળા રસ્તા અને જંગલી જાનવરોના હુમલા પણ સહન કરવા પડ્યા હતા. આઇએએસ અધિકારી સુપ્રિયા સાહુએ બુધવારે ટ્વિટર પર તેમની ફરજનિષ્ઠાની પ્રશંસા કરી કેપ્શન આપી હતી, 'પોસ્ટમેન ડી. શિવન દરરોજ ૧૫ કિલોમીટર ચાલીને કુન્નુરનાં ગાઢ જંગલોમાં હાથી-રીંછ જેવાં જંગલી જાનવરોનો સામનો કરીને લોકો સુધી પત્ર પહોંચાડતા હતા. એ દરમ્યાન તેમણે ઝરણાં અને બોગદાં પણ પાર કરવાં પડ્યાં હતાં. ૩૦ વર્ષ પૂરી નિષ્ઠાથી ફરજ નિભાવીને ગયા અઠવાડિયે તેઓ નિવૃત્ત થયા છે.

(2:45 pm IST)