Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

ચીન સાથેના વિશ્વભરના દેશોના સંબંધો બદલાતા જાય છે

સિડનીઃ હોંગકોંગ ઉપર ચીને પોતાના સરમુખત્યાર કાનુનો લાદી દેતા બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલીયા સહિત અનેક દેશો ચીન સાથેની પોતાની નીતીઓમાં ફેરફાર કરી રહેલ છે. ઓસ્ટ્રેલીયાએ તો ચીન સાથે પ્રત્યાર્પણ સંધી ફગાવી દીધી છે. કેનેડા પણ આવી જાહેરાત કરી ચુકયું છે. એટલુ જ નહિ. કેનેડાના વડાપ્રધાન જસ્ટીસ ટ્રુડોએ તો એવુ પણ કહ્યું છે કે કેનેડા હવે હોંગકોંગને સંવેદનશીલ મીલીટ્રી વસ્તુઓની નિકાસની છુટ નહિ આપી. કેનેડા એવુ માને છે કે આ બધુ ચીન જઇ રહયું છે. ઓસ્ટ્રેલીયાએ ચીન સાથે માત્ર પ્રત્યાપર્ણ સંધી રદ જ નથી કરી પરંતુ વીઝા નીતીમાં પરિવર્તનની જાહેરાત પણ કરી છે.

(12:51 pm IST)