Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

અમેરિકાએ પાકિસ્તાનને આપ્યો મોટો ફટકોઃ PIAની ફલાઈટ્સ પર મૂકયો પ્રતિબંધ

ન્યુયોર્ક,તા.૧૦ : અમેરિકા (America) એ પાકિસ્તાનની ´ઇન્ટરનેશનલ એરલાઈન્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશને કહ્યું કે અમે પાકિસ્તાની ઈન્ટરનેશનલ એરલાઈન્સ (PIA)ને પરમિશન આપવા સંબધિત નિર્ણય બદલી નાખ્યો છે. જે મુજબ પાકિસ્તાની ઈન્ટરનેશનલ એરલાઈન્સ અમેરિકામાં ચાર્ટર ફ્લાઈટ્સ ઉડાવી શકે તેમ હતી. પરંતુ હવે તેના પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.

અમેરિકાએ તેની પાછળ પાકિસ્તાની પાઈલટ્સના સર્ટિફિકેટ્સને લઈને ફેડરેશન એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)ની ચિંતાઓનો હવાલો આપ્યો  છે. અત્રે જણાવવાનું કે પાકિસ્તાન પોતાના અનેક પાઈલટો પર રોક લગાવી ચૂકયું છે. ગત મહિને પાકિસ્તાને પોતાના ત્રીજા પાઈલટને નકલી લાઈસન્સના પગલે હટાવ્યો હતો.

આ બાજુ યુરોપિયન યુનિયન એવિએશન સેફ્ટી એજન્સીએ પીઆઈએના ઓથોરાઈઝેશનને સસ્પેન્ડ કર્યા છે. આ રોક ૬ મહિના માટે લગાવવામાં આવી ચે. પાકિસ્તાનની જિયો ન્યૂઝે કહ્યું કે PIAએ અમેરિકાના પ્રતિબંધની પુષ્ટિ કરી છે. PIAએ  જણાવ્યું કે એરલાઇન્સને લઈને જે જરૂરી સુધારાની જરૂર છે તેના પર તેઓ કામ કરશે.

પાકિસ્તાને એવા પાઈલટ્સ કે જેમના લાઈસન્સ અને કવોલિફિકેશન્સને લઈને ખોટી જાણકારીઓએ અપાયેલી છે તેમની તપાસ એક વિમાન અકસ્માત બાદ શરૂ કરી હતી. આ વર્ષે મે મહિનામાં એક પીઆઈએ જેટ ક્રેશ થયું હતું. ફ્લાઈટમાં સવાર ૯૭ લોકોના મોત થયા હતાં.

(11:31 am IST)