Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

સાયબર સિટી ગુરૂગ્રામમાંથી ૨૭૦ કોરોના સંક્રમીતો લાપત્તા

ગુરૂગ્રામ (મોહિત): હરીયાણાના ફરીદાબાદ જીલ્લાની જેમ હવે સાઇબર સીટી ગુરૂગ્રામમાં પણ કોરોના પોઝીટીવ દર્દીઓ ભાગી જવાના બનાવો બહાર આવ્યા છે. લાપત્તા કોરોના દર્દીઓને શોધી કાઢવા ગુરૂગ્રામ પોલીસને ૨૭૦ આવા પોઝીટીવ દર્દીઓનું લીસ્ટ સોેંપી દેવાયું છે.

હરીયાણાના ગુરૂગ્રામ અને ફરીદાબાદ જીલ્લામાં કોરોનાનો પ્રકોપ સૌથી વધુુ છે તેમ છતા કોરોનાના દર્દીઓ ગુમ થઇ જવાની વાત સામે આવી છે. તેનાથી કોઇક જગ્યાએ સિસ્ટમ્સમાં લાપરવાહી પ્રવર્તતી હોવાનું સુચવે છે.

ગુરૂગ્રામના ચીફ મેડીકલ ઓફીસર વીરેન્દ્ર યાદવ એવો દાવો કરે છે કે કોરોના દર્દી ગાયબ થવાનું અને પત્તો નહિ લાગવાનું મુખ્ય કારણ એ છે કે આવા કોરોના સંક્રમીતોએ પોતાના મોબાઇલ નંબર બંધ કરી દીધા છે અને પોતાના ફોનમાંથી આરોગ્ય સેતુ એપ્લીકેશન અન-ઇન્સ્ટોલ કરી નાખી છે, જેના લીધે સંક્રમીતો સાથે સંપર્ક થઇ શકતો નથી અને તેમનો પત્તો લગાવવો મુશ્કેલ બની રહેલ છે.

પોતા ત્રણસો કોરોના પોઝીટીવ દર્દીઓ લાપત્તા થતાં આ જીવતા માનવ બોમ્બ કેવો વિસ્ફોટ કરશે તે વિચારતા કંપારી છુટી જાય છે.

આ પૂર્વે સાયબર સીટીમાંથી ૨૦૦ કોરોના દર્દી લાપત્તા બન્યા તે માટે ખાનગી લેબોરેટરીની લાપરવાહી અંગે નોટીસો અપાયેલ હતી.

હવે ગુરૂગ્રામ પોલીસ આ પોણા ત્રણસો કોરોના સંક્રમીત દર્દીઓની ''સીડીઆર'' ના આધારે શોધી કાઢવામાં લાગી ગઇ છે.

ગુરૂગ્રામમાં ગઇકાલ સુધીમાં ૬૪૬૭ કેસ થયેલ. ૫૩૭૮ સાજા થયા, ૧૦૩ના મોત થયા અને ૯૮૬ હજુ સારવારમાં છે. ૨૨ દર્દી ગંભીર છે. જેમાંથી ૧૧ ઓકિસજન સપોર્ટ ઉપર અને ૧૧ દર્દી વેન્ટીલેટર ઉપર છે.

(11:31 am IST)