Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

હવે અમેરિકાના પ્રથમ મહિલા મેલેનીયા ટ્રમ્પની મૂર્તિ ખંડિત કરાઈ : સ્લોવેનિયા સ્થિત મૂર્તિ સળગાવી લોકોએ ટ્રમ્પ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો

વોશિંગટન : અમેરિકાના પ્રથમ મહિલા મેલેનીયા ટ્રમ્પની સ્લોવેનિયા સ્થિત મૂર્તિ સળગાવી લોકોએ પ્રેસિડન્ટ ટ્રમ્પ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.  મેલાનિયા ટ્રમ્પ સ્લોવેનિયા સાથે જૂનો નાતો ધરાવે છે. આ ઘટના ૪ જુલાઈની છે. જોકે આ મુદ્દે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રથમ મહિલા મેલાનિયાની કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.
મેલાનિયા ટ્રમ્પની આ પ્રતિમા કાષ્ઠમાંથી બનાવવામાં આવી હતી અને તે અમેરિકી કલાકાર બ્રેડ ડાઉની દ્વારા બનાવવામાં આવી હતી. ઘટના બાદ પ્રતિમાને ત્યાંથી હટાવી દેવામાં આવી હતી. ડાઉની આ ઘટનાને લઈને ખુબ જ દુઃખી થયા હતા અને તેમણે કહ્યું હતું કે, હું જાણવા  ઈચ્છું છું કે, આ શા માટે કરવામાં આવ્યું?. વોશિંગ્ટનમાં સ્થિત મેલાનિયા ટ્રમ્પ કાર્યાલયે આ ઘટના અંગે જણાવવા મુદ્દે મનાઈ ફરમાવી દીધી છે. સ્થાનિક વહીવટી તંત્ર પણ સતત આ શોધવાની કોશિશ કરી રહ્યું છે કે, આ ઘટનાને અંજામ કોણે, ક્યારે, કેવી રીતે આપ્યો?
મેલાનિયા પૂર્વ મોડલ, બીઝનેસવુમન અને અમેરિકાની ફર્સ્ટ લેડી છે. તે પહેલા વાસ્તુકળાનો અભ્યાસ કરવા માટે ઇચ્છતી હતી પરંતુ તેણીને લાગ્યું કે મોડેલિંગ એક સારો વિકલ્પ હોઈ શકે છે. મેલાનિયાએ પેરિસમાં ઘણા મોટા ફેશન મેગેઝિન સાથે કામ પણ કર્યું છે. વર્ષ ૨૦૦૫માં તેણીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે લગ્ન કર્યા હતા અને ૨૦૦૬માં અમેરિકન નાગરિકત્વ પ્રાપ્ત કરી લીધું હતું. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય જોવા માટે મળે છે અને તે ઘણીવાર અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે રાજકીય પ્રચાર અભિયાનમાં પણ જોડાયેલી જોવા માટે મળે છે.

(5:53 pm IST)