Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

તમે ભલે ૪૫ વર્ષના હો પણ જો દિલ્હીમાં રહેતા હશો તો તમારૂ ફેફસુ ૬૧ વર્ષનું હશે

નવી દિલ્હી : ત્રણ લાખ લોકો પર પાંચ વર્ષ સુધી કરવામાં આવેલા વાયુ પ્રદુષણની ફેફસા પર અસર અંગેના અભ્યાસમાં બહાર આવ્યું છે કે, વાયુ પ્રદુષણના કારણે આવરદા ઘટે છે અને ફેફસાને જરૂરી ઓકસીજન શરીરને આપવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. જેના કારણે રકત પ્રવાહમાં પણ ઘટાડો થાય છે. પી.એમ. ૨.૫ લેવલમા ં દર પાંચ Mg/m૩   ના વધારાથી ફેફસાની ઉંમરમાં બે વર્ષનો વધારો થાય છે.

આનો અર્થ એવો થાય છે કે, દિલ્હી કે જે દુનિયાના સોૈથી પ્રદુષિત શહેરોમાં ૧ થી ૧૦ નંબરમાં આવે છે ત્યાં તમારી વાસ્તવિક ઉંમર અને તમારા ફેફસાની કાર્યશીલતાની ઉંમરમાં દાયકાઓનો ફરક પડી જાય છ. હવે ઉપરોકત દાખલા પ્રમાણે તમારી ઉંમર અત્યારે ૪૫ વર્ષની હોય પણ જો તમે દિલ્હીના સોૈથી પ્રદુષિત વિસ્તાર આઇ.ટી.ઓ નજીક રહેતા હો તો તમારા ફેફસાની ઉંમર ૬૧ વર્ષ, ૪ મહીના અને ૨૪ દિવસની હશે કેમકે ત્યાં ૯ જુલાઇ  ૨૦૧૭ થી ૯ જુલાઇ ૨૦૧૮ દરમ્યાન પી.એમ.૨.૫ લેવલમાં ૪૧Mg/ m૩   નો વધારો થયો હતો.

અભ્યાસમાં એ પણ જણાયું હતું કે વાયુ   પ્રદુષણના  કારણ ે ક્રોનિક ઓબ્સ્ટ્રકટીવ પલમોનરી ડીસીઝ (COPD) ના જોખમમાં ત્રણ ગણો વધારો થાય છે. લંડનની એક સંસ્થાના રીસર્ચ અનુસાર નબળા રેહઠાણ, ખોરાક, સારવારનો અભાવ અને ગરીબીની લાંબા ગાળાની અસરોના કારણે ઘણાના ફેફસા તો બાળપણથી જ નબળા હોય છે.

(3:31 pm IST)