Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

દિલ્હી કચરાના પહાડ નીચે દબાઈ :મુંબઈ પાણીમાં ડૂબવાની સ્થિતિએ:સરકાર કોઈ પગલાં લેતી નથી : તેના માટે કોણ જવાબદર ? :સુપ્રીમ કોર્ટનો આકરો સવાલ

નવી દિલ્હી :સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને કચરાના ઢગલા અને મુંબઈમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ અંગે ફટકાર લગાવી છે સુપ્રીમ કોર્ટે આકરો સવાલ ઉઠાવતા પૂછ્યું કે  દિલ્હી કચરાના ઢગલામાં દબાઈ રહી છે અને  મુંબઈ પાણીમાં ડુબાવાની સ્થિતિએ છે છતાં સરકાર કોઈ પગલાં લેતી નથી તેના માટે કોણ જવાબદાર છે

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકારને પોતાનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું હતું અને ખાસકરીને દિલ્હીમાં ભલ્સ્વા ઓખલા અને ગાઝીપુરમાં કચરાના પહાડ છે અમે જાણવા ઇચ્છીએ છીએ કે કચરા સાફ કરવા માટે કોની જવાબદારી છે જો ઉપરાજ્યપાલ અનિલ બૈજલના સામે જવાબદાર અધિકારીઓ કે મુખ્યમંત્રી કેજરીવાલ પ્રત્યે જવાબદાર અધિકરીઓ.

(1:24 am IST)