Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

મુંબઈ-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી શાકભાજીની આવક ઠપ્પ :ભાવમાં ઉછાળો :ગૃહણીનું બજેટ ખોરવાયું

 

અમદવાદ ;દક્ષિણ ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદની અસર શાકભાજી માર્કેટ પર પણ જોવા મળી રહી છે. શાકભાજીઓના હબ ગણાતા સુરત, નવસારી, વલસાડ, વાપી અને મહારાષ્ટ્ર તરફથી આવતી શાકભાજીઓમાં રોક લાગતા શાકભાજીના ભાવમાં ઉછાળો થયો છે જે આવનારા દિવસોમાં વધુ વધી શકે છે.

  સામાન્ય રીતે વરસાદ આવે એટલે શાકભાજીઓની આવક વધે પરંતુ વખતે પરિસ્થિતિ વિપરીત થઇ છે. દક્ષિણ ગુજરાત અને મુંબઈમાં સતત વરસાદના કારણે મહારાષ્ટ્ર તરફથી આવતી શાકભાજીની ટ્રકો ફસાઈ છે. અને અમદાવાદ આવી નથી ત્યારે શાકભાજીની આવકમાં ઘટાડો થતા ભાવ વધારો થયો છે. જેના કારણે અમદાવાદમાં શાકભાજીઓના ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. પરિણામે ગૃહિણીઓની હાલત કફોડી થઇ છે.

(11:08 pm IST)