Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

મુંબઈમાં ભારે વરસાદને કારણે એર ઇન્ડિયા એક્સપ્રેસનું વિમાન રનવે પર લપસી ગયું: તમામ યાત્રીઓ સુરક્ષિત

વિજયવાડાથી મુંબઈ આવેલું વિમાન વૈકલ્પિક રનવે પર ઉતારાયું હતું

મુંબઈમાં ભારે વરસાદને કારણે એર ઇન્ડિયા એક્સપ્રેસનું એક વિમાન રનવે પર લપસ્યું હતું આંધ્ર પ્રદેશના વિજયવાડાથી મુંબઈ આવી રહેલું એર ઇન્ડિયાનું એક્સપ્રેસ વિમાન IX 213 બપોરે 2.51 મિનિટે લેન્ડ થયા પછી રનવે પર લપસી ગયું હતું. એર ઇન્ડિયા એક્સપ્રેસના સીઇઓ કેએસ સુંદરે જણાવ્યું હતું કે બધા યાત્રા સુરક્ષિત છે. એર ઇન્ડિયા એક્સપ્રેસના એન્જીનિયર વિમાનની તપાસ કરી રહ્યા છે.

   એક ઇન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મુખ્ય રનવે 27 બંધ હોવાથી વિમાનને વૈકલ્પિક રનવે 14 પર ઉતારવામાં આવ્યું હતું. વિમાનનું લેન્ડિંગ તો યોગ્ય રીતે થયું હતું પણ ભારે વરસાદના કારણે વિમાન રનવે પર લપસી ગયું હતું. જોકે રનવે ખતમ થવાના 10 ફૂટ પહેલા વિમાનને રોકી લેવામાં આવ્યું હતું. એર ઇન્ડિયા અને ડીજીસીઆઈએ પોતાના સ્તરે તપાસ શરૂ કરી દીધી છે.

(8:59 pm IST)