Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

અનેક ટ્રેનો રદ કરી દેવાઈ

ટ્રેક ઉપર પાણી ફરી વળતા રેલવેનો નિર્ણય

        મુંબઈ, તા. ૧૦ : દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઈમાં અતિભારે વરસાદનો દોર જારી રહ્યો છે. જેંથી જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ભારે વરસાદના કારણે લાઇફલાઈન પણ ઠપ છે. તમામ જગ્યાઓએ ટ્રેક ઉપર પાણી ફરી વળ્યા છે. મુંબઈમાં ભારે વરસાદથી તમામ રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે. મુંબઈ વરસાદના પાણીમાં ગરકાવ થયું છે. સેંકડો લાઈટોને પણ અસર થઇ છે. મોટી સંખ્યામાં ટ્રેનોને રદ કરવામાં આવી છે. પુર જેવી સ્થિતિ સર્જાઈ ગઇ છે. લોકોને બચાવવા માટે તથા તેમને સુરક્ષિત બચાવવા માટે એનડીઆરએફની ટીમો સક્રિય થઇ ગઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં મુંબઈમાં ૧૦ ઇંચથી પણ વધુ વરસાદ નોંધાઈ ગયો છે. ઉપનગરીય વિસ્તારોમાં આનાથી પણ વધારે વરસાદ નોંધાયો છે. રેલવે ટ્રેક ઉપર પાણી ભરાઈ જવાઈ લાઈફલાઈનનું સંચાલન ઠપ થઇ ગયું છે.મુંબઈમાં ભારે વરસાદના કારણે જે ટ્રેનો રદ થઇ છે તે નીચે મુજબ છે.

રદ થયેલી ટ્રેનોની યાદી

*   ૧૨૯૫૫ મુંબઈ સેન્ટ્રલ-જયપુર અને ૨૨૯૨૭ બાંદ્રા-અમદાવાદ

*   ૨૨૯૨૮ અમદાવાદ-બાંદ્રા અને ૧૨૯૫૬ જયપુર-મુંબઈ સેન્ટ્રલ

*   ૧૨૯૫૩ અગસ્ત ક્રાંતિ રાજધાની અને ૧૨૯૩૬ સુરત-બાંદ્રા

*   ૨૨૧૦૬ પુણે-મુંબઈ ઇન્દ્રયાણી એક્સપ્રેસ

*   ૧૧૦૦૮ પુણે-મુંબઈ ડેક્કન એક્સપ્રેસ

*   ૧૧૦૦૭ મુંબઈ-પુણે ઇન્દ્રયાણી એક્સપ્રેસ

*   ૫૧૩૧૭-૫૧૩૧૮ પુણે કર્જત એક્સપ્રેસ

રૂટ ડાયવર્ટ કરાયા

*   ૧૧૦૨૬ પુણે-ભુસાવલ એક્સપ્રેસ (વાયા ડોંગ-મનમાડ)

*       ૧૧૦૨૫-૧૧૦૨૬ભુસાવલ પુણે-ભુસાવલ એક્સપ્રેસ (વાયા ડોંગ-મનમાડ)

(7:31 pm IST)