Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

બ્લડ પ્રેશરનું સ્તર ૧૩૦/૮૦થી વધુ હોય છે તો વધતી જતી બિમારી અને હાઇપર ટેન્શનની મુશ્કેલીઓનું વોર્નીંગ સિગ્નલ માનવું જોઇએઃ ભારતીય તબીબો નવી અમેરિકી અને યુરોપિયન માર્ગદર્શિકા ઉપર ચાલવાના પક્ષમાં

મુંબઇઃ ભારતીય તબીબો અમેરિકા અને યુરોપિયન માર્ગદર્શિકા ઉપર ચાલવાના પક્ષમાં છે અને બ્લડ પ્રેશરીન વેલ્યુમાં ફેરફારની સલાહ મુજબ તેઓ આગળ ચાલશે.

તેમનું કહેવું છે કે 130/80 અથવા 140/90થી ઓછા બ્લડ-પ્રેશરની વેલ્યુનું રિવિઝન થવું જોઈએ.

હૈદરાબાદસ્થિત અપોલો હોસ્પિટલના વરિષ્ઠ કન્સલ્ટન્ટ સી. વેન્કટ એસ. રામનું માનવું છે કે અગર જો બ્લડ-પ્રેશરનું સ્તર 130/80થી વધુ હોય તો વધતી જતી બીમારી અને હાઇપરટેન્શનની મુશ્કેલીઓનું 'વોર્નિંગ સિગ્નલ' માનવું જોઈએ.

જર્નલ ઓફ ધ એસોસિયેશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયાના વર્ષ 2013માં પ્રકાશિત થયેલી ભારતીય હાઇપરટેન્શન માર્ગદર્શિકા મુજબ, 130-139/80-89 'હાઇ નોર્મલ', 120-129/80થી નીચે 'નોર્મલ' અને 80થી નીચે 'ઑપ્ટિકલ' માનવામાં આવે છે.

આવી માર્ગદર્શિકાઓ મારફત ઘણા ડૉક્ટર્સે 140/90થી ઓછા એટલે કે 137/88 પર વિચારનું બંધ કરી દીધું છે. ડૉ. રામે જણાવ્યું હતું કે આને બદલવાની જરૂર છે. બ્લડ-પ્રશર 130/80 અથવા એની નીચે હોવું જોઈએ. તેમણે રવિવારે પ્રકાશિત ઇન્ડિયન હાર્ટ જર્નલમાં જણાવ્યું હતું કે ભારતીયો માટે બિનવિચારશીલ તબીબી લક્ષ્ય 130-80 હોવું જોઈએ.

હાઇપરટેન્શન એક એવો રોગ છે, જે કેટલાય રોગો અને મોતનું કારણ બને છે. નવી શોધો અને પુરાવાઓની ઉપસ્થિતિઓમાં હાઇપરટેન્શન વિશે આપણી સમજ બદલવી જોઈએ. અગર જો હાઇપરટેન્શનની યોગ્ય સારવાર ન થાય તો એ હૃદયના રોગનું મોટું કારણ બની શકે છે. આનાથી આવનારા ઝટકા અને જીવને જોખમ બનેલો રોગ કિડની પણ ખરાબ કરે છે. વિવિધ અભ્યાસોમાં સૂચવવામાં આવ્યું છે કે હાઇપરટેન્શન ધરાવતા લગભગ અડધા ભારતીય દર્દીઓએ સમયે સમયે એની તપાસ કરાવી જોઈએ.

અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજી અને અમેરિકન હાર્ટ એસોસિયેશને નવેમ્બર 2017માં 130/80ને તબીબી માટે આધાર બનાવ્યું છે. ત્યાં યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજી અને યુરોપિયન સોસાયટી ઓફ હાઇપરટેન્શને વર્ષ 2018માં ઉપરોક્તને સ્વીકારી લીધું છે.

(5:42 pm IST)