Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

કેનેડાના સુપ્રસિદ્ધ પોપ સિંગર જસ્ટિન બીબરે હેલી બાલ્ડવિન સાથે સગાઇ કરી લીધી

કેનેડાઃ જગતભરની કરોડો યુવતીઓના દિલની ધડકન સમા કેનેડાના સુપ્રસિદ્ધ પોપ સિંગર જસ્ટિન બીબરે સગાઇ કરી લીધી છે. તેમની સંગીની બની છે હેલી બાલ્ડવિન. બંન્ને 2016થી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. વચ્ચે બંન્નેના બ્રેકઅપની ખબરો પણ સામે આવી હતી. પરંતુ તે પાછા એકબીજા સાથે દેખાયા હતાં.

જસ્ટિન 24 વર્ષનો છે અને હેલી 21 વર્ષની છે. પહેલા સોશિયલ મીડિયામાં ખબરો હતી કે બિબર અને બાલ્ડવિને પોતાની બહામાસની ટ્રિપ પર જ સગાઇ કરી લીધી હતી. આ ટ્રિપની ઘણી તસવીરો વાઇરલ થઇ હતી.

આ ખબરો ફેલાઇ પછી જસ્ટીને જ જાતે જ પોતાની સગાઇની જાહેરાત કરી દીધી છે.તેણે ટ્વિટર પર સુંદર મેસેજ સાથે હેલી સાથેના કમિટમેન્ટની વાત કરી છે. હેલીએ પણ જસ્ટિનની વાતને સ્વિકારી છે.

(5:41 pm IST)