Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

શોપિયામાં સેના-આતંકીઓ વચ્ચે અથડામણઃ બે આતંકી ઠાર

શોપિયાના કુમદલાન ગામમાં ૫ થી ૬ આંતકીઓ છુપાયા હોવાની આશંકા છે

શ્રીનગર, તા.૧૦: જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. શોપિયાના કુમદલાન ગામમાં ૫ થી ૬ આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે. આ અથડામણમાં બે આતંકીઓ ઠાર કરાયા છે જયારે સુરક્ષાદળના બે જવાનો દ્યાયલ થયા છે. સેનાને દક્ષિણ કાશ્મીરના શોપિયાના કુમદલાનમાં ૫ થી ૬ આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે.

જેમાં સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર બે આતંકીઓ ઠાર કરાયાં છે. આ આતંકીઓ શોપિયાના એક દ્યરમાં છુપાયા છે. સુરક્ષા દળ દ્વારા આસપાસના મકાનના લોકોને સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યા હતા. જમ્મુ-કાશ્મીરમાં શોપિયાના કુમદલાનમાં આતંકીઓ છુપાયા હોવાની સુચના મળતા સુરક્ષા દળોએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

જેમાં એક ઘરમાંથી આતંકીઓ દ્વારા ફાયરિંગ કરતાં સેનાએ વળતો જવાબ આપ્યો છે. ત્યારબાદ બંને તરફથી સતત ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. એક મળતા અહેવાલ મુજબ આ ફાયરિંગમાં બે જવાન ઘાયલ થયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.(૨૨.૭)

(4:01 pm IST)