Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

નવાઝ અને મરીયમની એરપોર્ટ પરથીજ થશે ધરપકડ

૧૩ જુલાઇએ બંને પાકિસ્તાન પાછા ફરી રહ્યા છે

લાહોર, તા.૧૦: પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને તેની પુત્રી મરયન નવાઝ ૧૩ જુલાઇએ પાકિસ્તાન પાછા ફરવાના છે તેના પર એક વરિષ્ઠ મંત્રીએ સોમવારે કહ્યું કે શરીફ અને તેની પુત્રી મરીયમને પાકિસ્તાનમાં પહોંચતાની સાથે જ એરપોર્ટ પરથી જ ધરપકડ કરાશે. જોકે ભ્રષ્ટાચાર મામલે શરીફ અને તેની પુત્રી અને જમાઇને કોર્ટ સજા સંભળાવી છે શરીફના જમાઇ મોહમ્દ સફદરની પહેલાજ ધરપકડ કરવામાં આવી ચુકી છે.

મરીયમે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે તેઓ શુક્રવારે સાંજે ૬:૧૫ વાગ્યે ઇતેહાદ એરવેઝની ઉડાન સંખ્યા ઇવાઇ-૨૪૩થી લાહોર એરપોર્ટ પર ઉતરશે. તેના પર પ્રતિક્રિયા આપીને કાયદા મંત્રી ચલી જફરે કહ્યું કે સરકાર જવાબદેહી કોર્ટના નિર્ણયને સંપૂર્ણ રીતે લાગુ કરશે. નવાઝ શરીફ અને મરીયમ નવાઝને લાહોર એરપોર્ટ પર પહોંચતાની સાથે જ  ધરપકડ કરવામાં આવશે. તેઓએ કહ્યું કે હું તે સ્પષ્ટ કરી લેવા માંગુ છું કે ઇડી કોર્ટના નીર્ણયને લાગુ કરવા માટે નવાઝ અને મરયમને ધરપકડ કરવામાં આવશે.(૨૨.૭)

(3:59 pm IST)