Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

શોપિયા એન્કાઉન્ટર : ૨ આતંકી ઠાર : ૫ - ૬ છુપાયાની આશંકા

સેનાએ હાથ ધર્યુ સર્ચ ઓપરેશન : ફાયરીંગ ચાલુ

શ્રીનગર તા. ૧૦ : જમ્મૂ-કશ્મીરના શોપિયામાં સુરક્ષા જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચે ફાયરિંગ થઈ રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં ૨ આતંકવાદીઓ ઠાર મરાયા છે જયારે ૨ જવાનો ઘાયલ થયા છે. સેનાએ દ.કાશ્મીરના શોપિયાના કુમદલાન ગામમાં હજુ ૫-૬ આતંકવાદીઓ છૂપાયા હોવાની આશંકા છે.જેને પગલે સેનાએ સર્ચ ઓફરેશન હાથ ધર્યું હતું. જોકે તે દરમિયાન સેનાના જવાનો પર ફાયરિંગ શરૂ થઈ ગયું. તો જવાનો પણ જવાબી ફાયરિંગ આપી રહ્યા છે.

ઙ્ગ સ્થાનીક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, બે આતંકવાદીઓ માર્યા ગયા છે. જયારે તેમણે કહ્યું કે, આતંકવાદીઓના મૃતદેહો મળવા પર તેમની મોત અધિકારીક પુષ્ટિ કરી શકાશે.

આ આતંકવાદી શોપિયાંના એક ઘરમાં છુપાયલા છે. શોપિયાં એન્કાઉન્ટરમાં ઘેરાયેલ સ્થાનીક આતંકવાદીઓના જીનતના પિતાને આ વીશે જાણ થયો તો તેમને હાર્ટ એટેક આવી ગયો અને તેમનું મોત થઇ ગયું. જીનતને આતંકવાદીઓએ બે મહિના પહેલા જ રિક્રૂટ કર્યો હતો.

સેના આસપાસના ઘરોથી લોકોને સુરક્ષિત સ્થળ પર લઇ ગયા છે. એન્કાઉન્ટરના વિરોધમાં થઇ રહેલ સ્થાનીક લોકોનો પથ્થરમારા પર પણ નિયંત્રણ મેળવી લેવાયું છે.

સેનાએ આતંકવાદીઓને ઘેરેલા છે. અહીં સેનાની ૩૪ રાષ્ટ્રીય રાઇફલ્સ, સીઆરપીએફ અને પોલીસ દળના જવાનો તૈનાત છે. તેમણે શોપિયાંમાં બેમનીપુરા વિસ્તારની ઘેરાબંધી કરેલી છે.

(3:31 pm IST)