Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

મુંબઇમાં વરસતા ભારે વરસાદને કારણે મુંબઇથી સુરત આવતી ટ્રેનો ત્રણ ક્લાકથી વધુ મોડી: કેટલીક ટ્રેનો રદ્દ

રાજકોટ ;મુંબઈમાં છેલ્લા ત્રણ દિવસથી વરસતા ભારે વરસાદને કારણે રેલવે વ્યવહારને માઠીઅસર પહોંચી છે મુંબઈથી સુરત આવતી ટ્રેનો ત્રણ કલાકથી વધુ મોડી છે જયારે કેટલીક ટ્રેનો રદ કરી દેવાઈ છે

12009 શતાબ્દી એક્ષપ્રેસ મુંબઇ અમદાવાદ વચ્ચે રદ્દ કરી છે 12215 ગરીબરથ સુરત બાંદ્રા વચ્ચે રદ્દ કરાઈ છે જયારે17018 રાજકોટ સિકંદરાબાદ,12834 હાવરા અમદાવાદ,અને 22473 બિકાનેર બાંદ્રા વિલંબથી ચાલી રહી છે આ ઉપરાંત 12980 જયપુર બાંદ્રા વિલંબથી ચાલે છે અને12926 પશ્ચિમએક્ષપ્રેસ વિલંબથી,11104ઝાંસી એક્ષપ્રેસ વિલંબથી,અને 22954ગુજરાત એક્ષપ્રેસ વિલંબીત છે જયારે 

12935 બાંદ્રા સુરત ઇન્ટરસીટી(બોરીવલી સુરત વચ્ચે રદ્દ કરી દેવાઈ છે તેમજ 19567ઓખા વિવેક એક્ષપ્રેસ વિલંબથી ચાલે છે અને19023ફિરોજપુર જનતા એક્ષપ્રેસ રદ્દ કરાઈ છે જયારે 22953ગુજરાત એક્ષપ્રેસ મુંબઇ અમદાવાદ વચ્ચે રદ્દ કરાઈ છે

(1:31 pm IST)