Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

ઓ બાપ રે... હદયરોગની બિમારી વિકરાળ બની રહી છેઃ મૃત્યુદરમાં ૧૫ વર્ષમાં ૩૪% નો વધારો

અમેરિકામાં મૃત્યુદર ૧૫ ટકા જેટલો ઘટયો છે ત્યારે ભારતમાં ચિંતાજનક દરે વધારો : ૨૦૧૬માં હદયની બિમારી ૬૨.પ મિલીયન લોકોને ભરખી ગઇઃ લાઇફસ્ટાઇલ બદલવાની જરૂર

નવીદિલ્હી તા.૧૦: હદયરોગનો મૃત્યુ દર અમેરિકામાં છેલ્લા ૧૫ વર્ષમાં નોંધપાત્ર રીતે ઘટયો છે જયારે ભારતમાં તે મૃત્યુનું મુખ્ય કારણ બનવા તરફ જઇ રહયો છે, જે  ઘટાડવા માટેના પગલા લેવાની તાતી જરૂરત ઉભી થઇ છે.

અમેરિકામાં ૧૯૯૦ થી ૨૦૧૬ની વચ્ચે હદયરોગથી થતાં મૃત્યુના દરમાં ૪૧ ટકા જેટલો નોંધપાત્ર ઘટાડો થયો છે જયારે ભારતમાં દર એક લાખે ૧૧૫.૭ માંથી વધીને ૨૦૯.૧ એટલે કે ૩૪ ટકાનો વધારો એજ સમયગાળામાં થયો છે, એવું અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજીના જર્નલમાં પ્રકાશીત એક અભ્યાસ રીપોર્ટમાં કહેવાયુ છે.

અભ્યાસમાં તંદુરસ્ત જીવનશૈલી જાળવવા માટે વસ્તી દરમાં જોખમના આંકડા ઘટાડવામાં તમાકુના ઉપયોગમાં ઘટાડો, હાઇ કોલેસ્ટ્રોલ અને હાઇ બ્લડ પ્રેશરમાં ઘટાડો કરવાથી અમેરિકામાં થઇ શકયું હતું.

અભ્યાસમાં કહેવાયા મુજબ ભારતમાં હદયરોગને લીધે થતાં મોત અને અપંગતા સુધારો લાવવા માટે તેમની સ્થાનિક, રીજીયોનલ અને રાષ્ટ્રીય નીતિમાં સુધારો લાવવો પડશે.

૨૦૧૬માં ભારત અને અમેરિકામાં ૨૦૧૬માં હદયરોગના કારણે ૬૨.પ મિલીયન અને ૧૨.૭ મિલીયન વર્ષો અકાળ મૃત્યુને કારણે ગુમાવાયા હતા. વિશ્વ આરોગ્ય સંસ્થાએ હદયરોગ સહિતના બીજા ચેપી રોગોને કારણે થતા અકાળ મૃત્યુ (૩૦ થી ૬૯ વચ્ચેની ઉંમર) માં ૨૦૨૫ સુધીમાં ૨૫%નો ઘટાડો કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે.

હ્યદયરોગ અને તેમના હુમલાને કારણે ભારત અને અમેરિકામાં અનુક્રમે ૧૫ થી ૨૦ ટકા અને ૬ થી ૯ ટકા મૃત્યુ થાય છે.

અભ્યાસમાં એમ પણ નોંધાયું છે કે ભારતના અલગ-અલગ રાજયોમાં આ દરમાં બહુ મોટો ફરક છે. દાખલા તરીકે દર ૧ લાખ વ્યકિતએ હ્યદયરોગને કારણે આવતી અપંગતા મીઝોરમ કરતા પંજાબમાં ૯ ગણી વધારે છે. એ જ રીતે પશ્ચિમ બંગાળમાં હ્યદયના હુમલાનો દર મીઝોરમ કરતા ૬ ગણો વધારે છે.

ભારતમાં ૨૦૧૬માં દર ૧ લાખ વ્યકિતએ ૫૬૮૧ હ્યદયરોગના દર્દીઓ નોંધાયા છે જે અમેરિકા ૭૪,૦૫ કરતા ઓછો છે પણ આંકડામાં ગણીએ તો ભારતમાં કુલ ૫૪.૬ મીલીયન હ્યદયરોગીઓ છે જયારે અમેરિકામાં ૩૩.૬ મીલીયન છે. આમ છતાં આમા વિકાસનો દર અને વસ્તીસંખ્યાને પણ ધ્યાનમાં લેવી જોઇએ.

(11:29 am IST)