Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

રેસ્ટોરન્ટોએ ખાદ્યપદાર્થોની કેલોરી દર્શાવવી જોઇએ

એફએસએસએઆઇએ ''ઇટ રાઇટ મુવમેન્ટ''હેઠળ કહયું કે ગ્રાહકને સ્વયંસેવી રીતે મેનુમાં કેલોરીની માહિતી અપાવી જોઇએ

નવી દિલ્હી તા.૧૦: FSSAI એ રેસ્ટોરન્ટોને કહયું છે કે તેઓ ગ્રાહકોને પીરસવામાં આવતી વાનગીઓમાંથી મળતી કેલોરીની જાણકારી પોતાના મેનુમાં સ્વયંસેવી રીતે આપે. તેના લીધે સુરક્ષીત ખાણી-પીણીમાં વધારો થશે. જયારે રેસ્ટોરન્ટોનું કહેવું છે કે આ કાર્ય તેમના માટે મોટા પડકારરૂપ છે કેમકે બધી રેસીપીનું કેલોરીની ગણત્રી કરવી મુશ્કેલ છે.FSSAI એ ઇ-કોમર્સ અને રીટેલ કંપનીઓને કહયું છે કે તે પોતાની મુખ્ય લેંડીંગ પેજ અને પોતાના સ્ટોર્સમાં પેમેન્ટ કાઉન્ટર પર ફોર્ટીફાઇડ ફુડ જેવા આરોગ્યપ્રદ વિકલ્પને પ્રમોટ કરે. FSSAI ના ચીફ એકઝીકયુટીવ પવન અગ્રવાલે કહયું કે આ રીતે ફુડ કંપનીઓને પ્રેરીત કરવાથી દેશના લોકોને તંદુરસ્ત ખોરાક તરફ વાળી શકાય. તેમણે કહયું કે આ પગલું ''ઇટ રાઇટ મુવમેન્ટ''નો એક ભાગ છે. ફુડ કંપનીઓને પોતાની પ્રોડકટમાં તબક્કાવાર રીતે મીઠું, ખાંડ અને ફેટ ઘટાડવા માટે પ્રતિબધ્ધ કરાશે. રેસ્ટોરન્ટોએ ખાણી-પીણીની સુરક્ષીત અને તંદુરસ્તી માટે ફાયદાકારક પ્રવૃતિઓ વધારવી પડશે મેનુમાં સરખું બતાવવું પડશે જેથી ગ્રાહક પુરતી જાણકારી બાદ પોતાના ખોરાકનો ઓર્ડર આપી શકે. તેમણે પોતાના મેનુમાં ઓછા મીઠા અને ખાંડ વાળી આઇટમો શામેલ કરવી પડશે.FSSAI એ વેજીટેબલ ઓઇલ, વેજીટેબલ ઘી અને હાઇડ્રોજનેટેડ વેજીટેબલ ઓઇલમાં ટ્રાંસફેટને ર ટકા સુધી મર્યાદિત રાખવાનો પ્રસ્તાવ પણ મુકયો છે. ૨૦૨૨ સુધીમાં દેશને ટ્રાંસ ફેટથી મુકત બનાવવાના લક્ષ્યને હાંસલ કરવા માટે આ પગલું લેવાયું છે. (૧.૬)

(11:19 am IST)