Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

અરરર... હવસખોરે કૂતરી સાથે કર્યું દુષ્કર્મ!

હવે જાનવર પણ સુરક્ષિત નથી

બાગપત તા. ૧૦ :  ઉત્તર પ્રદેશમાં મહિલાઓ જ નહીં, જાનવર પણ સુરક્ષિત નથી. બાગપત જિલ્લાના સિંઘાલવી અહીર વિસ્તારના એક યુવક વિરૂદ્ઘ કૂતરી સાથે દુષ્કર્મ કર્યું હોવાનો કેસ નોંધવામાં આવ્યો છે. કૂતરીની મેડિકલ તપાસ કરાવવાના પ્રયત્નોની સાથે પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.

સિંઘાલવી પોલીસ સ્ટેશનના ચિરટિટા ગામના કલ્લૂની ફરિયાદના આધારે ગામના બબલુ સિંહ વિરુદ્ઘ કથિત આરોપમાં કલમ ૩૭૭, ૩૨૩નું ઉલ્લંઘન થયું હોવાનું નોંધવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, ઘટના ત્રણ જુલાઈની છે અને કેસ છ તારીખે નોંધવામાં આવ્યો છે.

કલ્લૂ પોતાના શેરડીના ખેતરમાંથી ભંગાર ઉઠાવવા માટે ગયો હતો જયાં આરોપી યુવક કથિતપણે કૂતરી સાથે દુષ્કર્મ કરી રહ્યો હતો. વાદીએ આ ઘટનાની તસવીર પોતાના મોબાઈલમાં લઈ લીધી અને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી. આનાથી નારાજ આરોપી અને તેના પરિવારજનોએ કલ્લૂના ઘરે હુમલો કર્યો અને મારપીટ કરી.

ASPએ જણાવ્યું કે, આ ઘટનાની તપાસ થઈ રહી છે અને આરોપી અત્યારે ફરાર છે. કૂતરીનું શોધખોળ કરાયા બાદ તેની મેડિકલ તપાસ કરાવવાના પ્રયત્નો પણ ચાલી રહ્યાં છે. (૨૧.૧૩)

(11:17 am IST)