Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

પીયુસી સર્ટીફીકેટ વગર વાહનનો વીમો નહીં મળેઃ IRDAI

નવી દિલ્હી, તા. ૧૦ :. આઈઆરડીએઆઈ એ પ્રદુષણના નિયમોને વધુ કડક બનાવ્યા છે. હવે પોલ્યુશન અંડર કંટ્રોલ (પીયુસી)નું સર્ટીફીકેટ નહીં હોય તો વાહનનો વીમો નહીં આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. વીમા નિયમનકર્તાએ તમામ જનરલ ઈન્શ્યોરન્સ કંપનીઓને એક નોટીફીકેશનમાં પીયુસી સર્ટીફીકેટ વગરના વાહનને વીમો નહીં આપવા નિર્દેશ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, વાહનનો વીમો દર વર્ષે રિન્યુ કરાવવાનો હોય છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી આઈઆરડીએઆઈ દ્વારા આ પગલું લેવાયું છે. ઓગષ્ટ ૨૦૧૭માં સુપ્રીમ કોર્ટ એમ.સી. મહેતા વિ. યુનિયન ઓફ ઈન્ડીયા કેસમાં વીમા કંપનીઓને વીમા પોલીસ રિન્યુ થવાની તારીખ માન્ય પીયુસી સર્ટીફીકેટ ન હોય તો વાહનનો વીમો નહીં આપવા જણાવ્યું હતું. પ્રદુષણના નિર્ધારીત ધોરણોનું પાલન કરવા દરેક વાહનધારક પાસે માન્ય પીયુસી સર્ટીફીકેટ હોવું ફરજીયાત છે. પીયુસી વગરના વાહન પર મોટર વ્હીકલ્સ એકટ હેઠળ કાર્યવાહી થઈ શકે છે. ઘણા પેટ્રોલ પમ્પ્સ અને વર્કશોપ્સ પ્રદુષણનું સ્તર માપી પીયુસી સર્ટીફીકેટ ઈશ્યુ કરવાની સુવિધા આપે છે.(૨-૧)

 

(9:46 am IST)