Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

બુરાડી કેસમાં નવો વળાંક :પ્રેમ પ્રકરણનો ઉલ્લેખ :અંગત ડાયરીએ ખોલ્યા રહસ્ય

લલિતની ભાણેજ પ્રિયંકાની દિલના આકારની કોતરાયેલી અંગત ડાયરીમાં મોડલ ટાઉનમાં રહેતા યુવક સાથે દોસ્તીનો અને મામા લલિતની માફી માંગ્યાનો ઉલ્લેખ

 

નવી દિલ્હી :બુરાડીના સંતનગરમાં ભાટિયા પરિવારના 11 લોકોના મોત મામલે પોલીસને એક ડાયરી હાથ લાગી છે જે લલિતની ભાણેજ પ્રિયંકાની એક અંગત ડાયરી છે જેના પાનાએ મોતનું રહસ્ય વધુ ગૂંચવાયું છે પોલીસ દ્વારા થયેલી તપાસમાં હવે તંત્ર,મંત્ર અને આત્માથી અલગ પ્રેમ પ્રસંગનો નવો વળાંક આવ્યો છે

  ડાયરીના કવરપેઝમાં એક સુંદર છોકરી દેખાઈ છે અને પેઝ દિલના આકારમાં કોતરાયેલું અને સિલ્વર પેપરથી સજાવેલું છે અને અંદરના પાનામાં પ્રિયંકાએ પોતાના જીવનના રહસ્યને ત્રુટક ત્રુટક શબ્દોમાં લખ્યા છે તેને મોડલ ટાઉનમાં રહેતા એક યુવક સાથે દોસ્તી અને પ્રગાઢ સબધોનો ઉલ્લેખ કરતા પોતાના મામા લલિતથી અંગે માફી માંગી છે

  સુંદર આકારની નાની ડાયરીમાં પ્રિયંકાએ શરૂઆત વાતથી કરી કે હું જે વાત આપને જણાવવા માંગુ છું તેમાં હું મારી નજરથી નીચે ઉતરી શકું છું આગળના પેઝમાં તે મોડલ ટાઉનમાં રહેવાવાળો એક યુવકનો ઉલ્લેખ કરીને યુવકનું નામ લખતા પોતાનો તે દોસ્ત ગણાવે છે અને તે પણ લખે છે કે હવે તે ઘર ખાલી કરીને જઈ ચુક્યો છે ત્યારબાદ આગળના પેઝ પર જીવન વિશે મામા લલિત દ્વારા અપાયેલ સલાહનો ઉલ્લેખ કરે છે અને પણ ભરોષો અપાવવાની કોશિશ કરે છે કે તે લગ્ન બાદ તેના સાસરિયામાં યોગ્યરીતે રહેશે ત્યાં બધાને ખુશ રાખશે અને કોઈને ફરિયાદ કરવાની તક નહીં આપે ડાયરીના છેલ્લે કેટલાક પેઝ ખાલી છે 

  પોલીસ સૂત્રો મુજબ નવી ડાયરી સામે આવ્યા બાદ તપાસને નવી દિશા મળી છે અત્યારસુધી લલિતના શરીરમાં પિતાની આત્મા આવવી,તંત્ર,મંત્ર વગેરે પર ધ્યાન કેન્દ્રિત કરીને તપાસ કરાઈ રહી હતી હવે પહેલુઓ ઉપરાંત પ્રેમ પ્રકરણ ના એન્ગલથી પણ મામલાની તપાસ કરાશે અધિકારીઓના કહેવા મુજબ ડાયરીમાં કહેવાયેલ વાત ક્યારે લખાઈ છે તેની તપાસ થઇ રહી છે હોય શકે કે ડાયરી જૂની પણ હોય શકે છે

ડાયરી સામે આવ્યા બાદ પોલીસ હવે પ્રિયંકાના મિત્રોની શોધીને પૂછપરછ કરી શકે છે પોલીસ યુવક્ની પૂછપરછ કરીને જાણકારી મેળવવા કોશિશ કરશે કે શું પ્રિયંકાએ ક્યારેય મોક્ષ પ્રાપ્તિ માટે કોઈ વિધિની ચર્ચા કરી હતી કે કેમ ? પોલીસનું કહેવું છે કે ડાયરીમાં જે યુવકનો ઉલ્લેખ છે તે પ્રિયંકાનો માત્ર મિત્ર હતો કે તેનાથી વધુ સબંધ હતો યુવક મળ્યા બાદ તેની માહિતી મળશે

 

(12:00 am IST)