Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

દેશના તમામ બ્રોડગેજ નેટવર્કમાં માનવરહિત રેલવે ક્રોસિંગ ત્રણ મહિનામાં દૂર કરવા રેલમંત્રી પિયુષ ગોયલનો આદેશ

કુલ માનવરહિત રેલવે ક્રોસિંગમાં 60 ટકા ગુજરાત,યુપી,બિહાર અને રાજસ્થાનમાં

 

નવી દિલ્હી :દેશના તમામ બ્રોડગેજ રેલવે નેટવર્કમાં માનવ રહિત રેલવે ક્રોસિંગને હટાવવા રેલવેમંત્રી પિયુષ ગોયલે આદેશ કર્યો છે વર્ષે એપ્રિલ માસમાં ઉત્તર પ્રદેશના કુશીનગરમાં સ્કૂલ બસ માનવરહિત ફાટકમાંથી પસાર થતાં 13 બાળકોના મોત થયા હતા. ઘટના બાદ કેન્દ્રિય રેલવે મંત્રી પીયૂષ ગોયલે સપ્ટેમ્બર 2018 સુધીમાં દેશના તમામ બ્રોડગેજ રેલવે નેટવર્કમાં માનવરહિત રેલવે ક્રોસિંગને દૂર કરવાના આદેશ આપ્યા છે

 ગુજરાતમાં વેસ્ટર્ન રેલવેમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા, ભાવનગર એમ પાંચ ડિવિઝન છે. અમદાવાદ ડિવિઝનમાં આવતા મોટા સ્ટેશનમાં કાલુપુર, સાબરમતી, મણીનગર, હિંમતનગર, કલોલ, મહેસાણા, પાલનપુર, વીરમગામ, ધાંગધ્રા, ગાંધીધામ, ભૂજનો સમાવેશ થાય છે

અમદાવાદમાં 531 લેવલ ક્રોસિંગ છે અને તેમાંથી 167 માનવરહિત છે. સપ્ટેમ્બર સુધીમાં અમદાવાદ ડિવિઝનમાંથી તમામ માનવરહિત રેલવે ક્રોસિંગ દૂર કરવામાં આવશે તેવો તંત્ર દ્વારા દાવો કરાયો છે. ભાવનગર ડિવિઝન વેજલપુર ડિવિઝન સુધી છે અને તેમાં કુલ 867 રેલવે ક્રોસિંગમાંથી 189 માનવરહિત છે. બીજી તરફ વડોદરા ડિવિઝનમાં આવેલા 1003 ક્રોસિંગમાંથી 578 જ્યારે રાજકોટ ડિવિઝનમાં 320માંથી 124 માનવરહિત છે

  સમગ્ર દેશમાંથી છેલ્લા પાંચ વર્ષમાં 6169 માનવરહિત રેલવે ક્રોસિંગ દૂર કરવામાં આવ્યા છે. હાલ દેશમાં કુલ માનવરહિત રેલવે ક્રોસિંગ છે, તેમાંના 60% ગુજરાત-ઉત્તર પ્રદેશ-બિહાર-રાજસ્થાનમાં છે. કેરળમાં સૌથી ઓછા 7 માનવરહિત રેલવે ક્રોસિંગ છે. વર્ષ 2012-13થી 2016-17 એમ પાંચ વર્ષમાં માનવરહિત રેલવે ક્રોસિંગમાં 199 અકસ્માત થયા છે. ગુજરાતમાં એપ્રિલ 2017 સુધી 1895 માનવરહિત રેલવે ક્રોસિંગ હતા અને જે ઘટીને હવે 1078 થયા છે. એપ્રિલ 2017 સુધીમાં સૌથી વધુ માનવરહિત રેલવે ક્રોસિંગમાં ઉત્તર પ્રદેશ 1112 સાથે બીજા જ્યારે બિહાર 809 સાથે ત્રીજા સ્થાને હતું.ગુજરાતમાં માનવરહિત રેલવે ક્રોસિંગ કુલ રેલવે ક્રોસિંગ : 2741 

માનવરહિત રેલવે ક્રોસિંગ : 1078 

ભાવનગર ડિવીઝનમાં રેલવે ક્રોસીંગ- 867

માનવ રહિત રેલવે ક્રોસીંગ-189

રાજકોટ ડિવીઝનમાં રેલવે ક્રોસીંગ-320

માનવ રહિત રેલવે ક્રોસીંગ-124 

(12:00 am IST)