Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

ઘરેથી ભાગીને મુંબઇ આવી ગયા અને રોલની શોધમાં ભટકતા-ભટકતા સફળતા મળીઃ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ તેમને ઓળખ અપાવીઃ ડો. હંસરાજ હાથી તરીકે ઓળખાતા કવિ કુમાર આઝાદના અવસાનથી ટીવી ઇન્ડસ્ટ્રીઝમાં ગમગીની

મુંબઇઃ સબ ટીવી ઉપર પ્રસારિત થતી તારક મહેતા કા ઉલ્ટ ચશ્માના કલાકાર ડો. હંસરાજ હાથીનું અવસાન થતા શોક છવાયો છે.

હંસરાજ હાથી એટલે કે, કવિ કુમાર આઝાદનું હાર્ટ અટેકના કારણે અવસાન થયું છે. પોતાની શાનદાર કોમિક ટાઈમિંગના કારણે તેઓ ઘર-ઘરમાં જાણીતા થયા ત્યારે અચાનક તેમના અવસાનથી ટીવી ઈંડસ્ટ્રીમાં ગમગીની છવાઈ છે. મૂળ બિહારના કવિ કુમાર હંમેશા ઓન સ્ક્રીન દેખાવા માગતા હતા.

નાની ઉંમરમાં જ તે ઘરેથી ભાગીને મુંબઈ આવી ગયા હતા. રોલની શોધમાં ભટકતા રહેતા હતા અને આખરે તેમને સફળતા મળી. ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ તેમને ઓળખ અપાવી.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ 28 જુલાઈ 2008ના રોજ શરૂ થયો હતો. શરૂઆતથી જ તેઓ આ શો સાથે જોડાયેલા હતા. અંતિમ શ્વાસ સુધી શો સાથે જોડાયેલા રહ્યા. સીરિયલમાં તેઓ ઉત્તરપ્રદેશના ડૉ. હંસરાજ હાથીના પાત્રમાં જોવા મળતા હતા.

કવિ કુમાર આઝાદનો રોલ બાળકોમાં ખૂબ પ્રિય થયો. શોમાં ગોકુલધામ સોસાયટીમાં તેમનો શાંત સ્વભાવ લોકોનું દિલ જીતી લેતો હતો. ખાવાનું નામ સાંભળીને ડૉક્ટર હાથીના મોંમા પાણી આવી જતું અને દરેક વખતે સહી બાત હૈકહેવાની તેમની આદત દર્શકો વચ્ચે લોકપ્રિય થઈ હતી.

ટીવી ઉપરાંત વર્ષ 2000માં આવેલી બોલિવુડ ફિલ્મ મેલામાં પણ કવિ કુમાર આઝાદ જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં આમિર ખાન અને ટ્વિંકલ ખન્ના હતા. સીરિયલમાં ખાવાના શોખીન ડૉ. હાથીરિયલ લાઈફમાં વધતા વજનથી ખૂબ પરેશાન હતા. વજન ઘટાડવા માટે તેમણે સર્જરી પણ કરાવી હતી. ડાયટ પર રહેતા હોવાથી તેઓ ચોકલેટ અને નોન-વેજ નહોતા ખાઈ શકતા.

ફ્રી સમયમાં કવિ કુમાર આઝાદને લખવાનું પસંદ હતું. તે કવિતાઓ લખતા હતા. સાથે જ તેમને યંગસ્ટર્સ સાથે સમય વિતાવવું ગમતું હતું.

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં ડોક્ટર હંસરાજ હાથીનો રોલ કરનારા એક્ટર કવિ કુમાર આઝાદનું અવસાન થયું છે. કવિ કુમાર લાંબા સમયથી આ શૉ સાથે જોડાયેલા હતા. આજે હાર્ટ અટેકને કારણે તેમનું મૃત્યુ થયું છે.

ડૉક્ટર હાથી શૉમાં સૌથી વધારે પોતાના વજનને કારણે ચર્ચામાં રહેતા હતા. ઘણાં ઓછા લોકો જાણતા હશે કે રિયલ લાઈફમાં આ મેદસ્વીતાને કારણે ડોક્ટર હાથી ઘણાં પરેશાન હતા. તે દિનચર્યાના સામાન્ય કામ પણ મુશ્કેલીથી કરતા હતા.

એક સમયે તે એટલા બીમાર થઈ ગયા હતા કે વેન્ટીલેટર પર જતા રહ્યા હતા. ત્યારે તેમની મુલાકાત એક ડોક્ટર સાથે થઈ હતી જેમણે કવિ કુમારને સર્જરીની મદદથી વજન ઘટાડવાની સલાહ આપી હતી.

કવિ કુમારે પોતે એક ઈન્ટર્વ્યુમાં કહ્યુ હતું કે, સર્જરીને કારણે મારું વજન 80 કિલો ઘટી ગયુ હતુ. જાણે મારું જીવન બદલાઈ ગયુ હતું. વજન ઘટ્યા પછી મેં નવું જીવન શરુ કર્યું. મને જોઈને લોકો પણ ચોંકી જતા હતા કે હું ઘણો બદલાઈ ગયો છું. તેમણે 2010માં આ સર્જરી કરાવી હતી.

(8:54 am IST)