Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

બ્રિટનની મોટાભાગની સંપત્તિ તેમના નામે નહીં પરંતુ પરિવારજનોના નામે છેઃ કરોડો રૂપિયાનું લોન કૌભાંડ આચરનાર વિજય માલ્યાએ તપાસ એજન્સીઓ પાસે સમય અને જગ્યાની માંગણી કરી પોતે જ આવીને સંપત્તિ આપી દેશે તેમ કહ્યું

નવી દિલ્હી  : મની લોન્ડ્રિંગ, લોન ડિફોલ્ટ તેમજ બેંકોની બાકી રહેલી લોન મામલે કેસ હારી ચૂકેલો વિજય માલ્યા પોતે જ પોતાની સંપત્તિ સોંપી દેવા માટે તૈયાર છે. તેમણે તપાસ એજન્સી પાસે સમય, તારીખ અને જગ્યાની માગણી કરી છે. વિજય માલ્યાએ કહ્યું છે કે તે પોતે આવીને તપાસ એજન્સીઓને બ્રિટનની સંપત્તિ્ સોંપી દેશે પણ તેમની પાસે બ્રિટનમાં વધારે મિલકત નથી. બ્રિટનની મોટાભાગની સંપત્તિ તેમના નહીં પણ તેમના પરિવારજનોના નામે છે. વિજય માલ્યાએ આપેલી માહિતી પ્રમાણે તેમનં લંડન ખાતેનં ઘર તેમ બ્રિટનનું કન્ટ્રી રેસિડન્ટ પરિવારજનોના નામે છે જેને તપાસ એજન્સીઓ અડી પણ ન શકે. વિજય માલ્યાએ તપાસ એજન્સી પર ખોટું બોલવાનો આરોપ પણ લગાવ્યો છે. 

બેંકોના 9000 કરોડ રૂ. લઈને ફરાર થઈ ગયેલા લિકરના બિઝનેસમેન વિજય માલ્યાએ કહ્યું છે કે બ્રિટનમાં તેના નામે વધારે સંપત્તિ્ નથી પણ તેઓ કોર્ટના આદેશનું સન્માન કરે છે અને તપાસ એજન્સીઓને પણ સપોર્ટ આપવા તૈયાર છે. તેમણે કહ્યું છે કે તપાસ એજન્સી તેમને સમય, તારીખ અને જગ્યા જણાવી દે અને પછી તે પોતે આવીને સંપત્તિ સોંપી દેશે. વિજય માલ્યાએ જણાવ્યું છે કે એન્ફોર્સમેન્ટ ઓફિસર તેમની બ્રિટીશ સંપત્તિ જપ્ત કરવા ઇચ્છે છે પણ તેમના નામ પર વધારે સંપત્તિ નથી. 

વિજય માલ્યાએ વિશેષમાં કહ્યું છે કે મારા નામ પર કેટલીક કાર અને જ્વેલરીની થોડીક આઇટમ્સ છે. કોર્ટના આદેશ પ્રમાણે હું આ તમામ વસ્તુઓ આ્રપવા તૈયાર છું. કોર્ટના આદેશ પ્રમાણે મારા નામ પર જેટલી સંપત્તિ છે એ જપ્ત કરી શકાય પણ એ સિવાય વધારે કંઈ નહીં મળે. વિજય માલ્યા પાસેથી બેંકોના લેણાં નીકળતા 9000 કરોડ રૂ.ના મામલામાં 31 જુલાઈએ સુનાવણી થઈ જશે અને સપ્ટેમ્બર મહિનામાં નિર્ણય આવી જશે. વિજય માલ્યાએ થોડા સમય પહેલાં જ ભારત આવવાની ઇચ્છા જાહેર કરી હતી. 

દેશની બેંકોના અબજો રુપિયાનું કરી નાખનાર વિજય માલ્યા સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) હવે ફ્યુઝિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ ઓર્ડિનેન્સનો ઉપયોગ કરી શકે છે. પરંતુ તેનાથી માલ્યા સામે વસૂલીને કરવા માગતી દેશની બેંકોની આશા પર પાણી ફરી વળી શકે છે.

EDના સૂત્રોએ અમારા સહયોગી અખબાર ઈકોનોમિક્સ ટાઇમ્સ સાથે વાત કરતા જણાવ્યું કે, ‘નવો કાયદો કોઈ રકમ વસૂલી કરવાની હોય ત્યારે અન્ય બેંકોની રકમ સામે સરકારી રકમને વસૂલવાને પ્રાધાન્ય આપે છે.જ્યારે માલ્યાએ કર્ણાટક હાઈકોર્ટમાં અપીલ કરી છે કે ED દ્વારા જપ્ત કરવામાં આવેલ એસેટ્સ વેચીને બેંકોની બાકી રહેતી રકમ ચૂકવી દેવા માટે તેઓ તૈયાર છે. બીજી તરફ હાલમાં જ બ્રિટનની એક વરિષ્ઠ કોર્ટે ભાગેડૂ માલ્યાની પ્રોપર્ટીની શોધખોળ કરવા અને જો મળે તો જપ્ત કરવા માટે ભારતીય બેંકોને હાલ અનુમતિ આપી દીધી છે.

ત્યારે બેંકોને એ ડર સતાવી રહ્યો છે કે જો હવે ઈડી આ વાતનો ફાયદો લઈને વિદેશમાં પણ માલ્યાની સંપત્તિ પર પોતાનો દાવો કરશે તો? લૉ ફર્મ કેસર દાસના મેનેજિંગ પાર્ટનર સુમંત બત્રાએ કહ્યું કે, ‘આશંકા છે કે જો ઈડી કેટલીક વિદેશી સંપત્તિઓને પણ જપ્ત કરે તો બેંક તેના દ્વારા વસૂલી નહીં કરી શકે. કાયદાકીય રીતે બેંકોનો પક્ષ મજબૂત છે. પરંતુ આ મુદ્દે વધુ સ્પષ્ટતાની જરુર છે.

બ્રિટનની કોર્ટે હાલમાં જ ભારતીય બેંકોના પક્ષમાં નિર્ણય આપતા એન્ફોર્સમેન્ટ અધિકારીઓને વિજય માલ્યાની પ્રોપર્ટીમાં પ્રવેશ અને સામાનને જપ્ત કરવાની અનુમતી આપી હતી. આ પહેલા બ્રિટનની એક હાઈકોર્ટે પણ પોતાના જૂના ઓર્ડર જેમાં વિજય માલ્યાની સંપત્તિને ફ્રીઝ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો તેમાં રાહત આપવાની ના પાડી દીધી હતી. બ્રિટિશ કોર્ટે ભારતીય કોર્ટના એ ચૂકાદાને યોગ્ય ગણાવ્યો કે જેમાં માલ્યા પાસેથી ભારતીય બેંકોને વસૂલીનો અધિકારી હોવાની વાતની પેરવી કરવામાં આવી છે.

જોકે સૂત્રો મુજબ આ કેસ મની લોંન્ડ્રિંગનો હોવાથી દીવાની ન રહેતા અપરાધીક ગુનો બને છે અન તેથી જ સમગ્ર કેસ ઈડી અને સીબીઆઈના અધિકાર ક્ષેત્રમાં આવે છે. રૂલ મુજબ કેસની સુનાવણી દરમિયાન ED દ્વારા જપ્ત કરવામાં આવેલ પ્રોપર્ટીઝને વેચીને રકમ સરકારી ખાતામાં જમા કરાવવામાં આવી શકે છે. જોકે આ મામેલ ઈમેઇલ દ્વારા માલ્યાને પૂછવામાં આવેલ પ્રશ્નોનો જવાબ હજુ સુધી અમને નથી મળ્યો.

પહેલા 22 જૂનના રોજ વિજય માલ્યાએ કર્ણાટક હાઈકોર્ટમાં આવેદન આપીને લગભગ 1300 કરોડ રુપિયાના એસેટ્સ અંગે જાણકારી આપી હતી. જેને વેચીને બેંકોની બાકી રહેતી રકમ ચૂકવવાની તૈયારી દર્શાવી હતી. તેણે કોર્ટમાં કહ્યું કે મને રાજકરણનો શિકાર બનાવવામાં આવ્યો છે. ઈડી અને સીબીઆઈએ મારા પર ખોટા આરોપ મુક્યા છે.

(8:53 am IST)