Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

અમેરિકામાં સ્ટેટ રીપ્રેઝન્ટેટીવ તરીકે ચૂંટણી લડી રહેલા પાંચ ઇન્ડિયન અમેરિકનને ઇમ્પેકટ ફંડનું સમર્થન : વોશીંગ્ટનમાંથી સુશ્રી મોના દાસ, ફલોરિડામાં શ્રી અમોલ જેઠવાણી, કેન્ટુકીમાંથી સુશ્રી નિમા કુલકર્ણી, નોર્થ કેરોલિનામાં શ્રી મુજતબા મોહમ્મદ, તથા લોવામાંથી ચૂંટણી લડતા ડૉ. મેગન શ્રીનિવાસને વિજયી બનાવવા અનુરોધ

વોશીંગ્ટન : અમેરિકાના રાજકારણમાં ભાગ લેવા ચૂંટણી લડતા ઇન્ડિયન અમેરિકન ઉમેદવારોને ચૂંટાઇ આવવામાં મદદરૂપ થતાં ઇમ્પેકટ ફંડ દ્વારા પાંચ ભારતીયોને સમર્થન આપતી ઘોષણાં ૪ જુલાઇ ૨૦૧૮ના રોજ કરવામાં આવી છે.

આ પાંચ ઉમેદવારોમાં વોશીંગ્ટન સ્ટેટ સેનેટ 47માં ડીસ્ટ્રીકટમાંથી ચૂંટણી લડી રહેલા મહિલા સુશ્રી મોના દાસ, ફલોરિડા સ્ટેટ હાઉસના ૨૧માં ડીસ્ટ્રીકટના ઉમેદવાર શ્રી અમોલ જેઠવાણી, કેન્ટુકી સ્ટેટ હાઉસ ડીસ્ટ્રીક ૪૦ના ઉમેદવાર સુશ્રી નિમા કુલકર્ણી, નોર્થ કેરોલિના સ્ટેટ સેનેટ ડીસ્ટ્રીકટ ૩૮ના ઉમેદવાર શ્રી મુજતબા મોહમ્મદ, તથા લોઆ સ્ટેટ હાઉસ ડીસ્ટ્રીકટ ૯ માંથી ચૂંટણી લડતા ડૉ.મેગન શ્રી નિવાસનો સમાવેશ થાય છે.

આ પાંચે ઉમેદવારોને ઇમ્પેકટ ફંડ ચેર શ્રી દિપક રાજ, તથા ઇમ્પેકટ કો-ફાઉન્ડર અને કન્સાસ હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટીવ્સના પૂર્વ મેમ્બર શ્રી રાજ ગોપાલએ વિજયી બનાવવા જે તે વિસ્તારના ભારતીય ડોનરો તથા પ્રજાજનોને અનુરોધ કર્યો છે. (૪૬.૪)

(1:08 pm IST)