Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

કોઇપણ કોર્પોરેટ ઢાંચા વગર એકબીજોની વાત સાંભળ્યા વગર ચાલી શકાતુ નથી અને આ રાજકારણમાં છેઃ કોંગ્રેસ હાઇકમાન્ડને કપિલ સિબ્બલની સલાહ

નવી દિલ્હી: મૂળ કોંગ્રેસી જિતિન પ્રસાદ પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા છે. પાર્ટીમાં એક વર્ગ જિતિન પ્રસાદ પર વિશ્વાસઘાતનો આરોપ લગાવી રહ્યો છે તો કેટલાક નેતાઓએ સુધારાની જરૂર હોવાની વાત કહી છે. આ યાદીમાં નવુ નામ કપિલ સિબ્બલનું જોડાયુ છે. કપિલ સિબ્બલે પાર્ટી લીડરશિપ અસંતુષ્ટ નેતાઓની વાતોને સાંભળવાની અપીલ કરી છે. કપિલ સિબ્બલે કહ્યુ, મને વિશ્વાસ છે કે લીડરશિપને આ ખબર છે કે પાર્ટીમાં શું સમસ્યાઓ છે. મને આશા છે કે લીડરશિપ સાંભળી રહ્યુ છે કારણ કે કઇ પણ તેના વગર નહી બચે. સિબ્બલે કહ્યુ, કોઇ પણ કોર્પોરેટ ઢાંચા વગર એક બીજોની વાત સાંભળ્યા વગર નથી ચાલી શકતુ અને આ રાજકારણમાં પણ છે.

પૂર્વ કેન્દ્રીય મંત્રીએ એક રીતે પાર્ટીને સલાહ આપતા કહ્યુ કે જો તમે સાંભળી નથી શકતા તો પછી ખરાબ દિવસની શરૂઆત થઇ જોય છે. આ સાથે જ તેમણે જિતિન પ્રસાદ પર પણ પાર્ટી છોડવાને લઇને પ્રહાર કર્યા હતા. સિબ્બલે કહ્યુ, જિતિન પ્રસાદે જે કર્યુ છે, હું તેના વિરૂદ્ધ નથી. કેટલાક એવા કારણ રહ્યા હશે, જેમણે જોહેર નથી કરી શકાતા. ભાજપ સાથે જોડાવા જેવી વાત સમજમાં નથી આવતી, તેનાથી ખબર પડે છે કે અમે આયા રામ ગયા રામથી આગળ વધી પ્રસાદ પોલિટિક્સ તરફ આગળ વધી રહ્યા છીએ. તમને જ્યા પ્રસાદ મળે, તે પાર્ટી જોઇન કરી લો.

કોંગ્રેસ સાથે નારાજગી અને ખુદના ભાજપમાં જવાના સવાલ પર કપિલ સિબ્બલે કહ્યુ કે આવુ ક્યારેય નથી થઇ શકતુ, તેમણે કહ્યુ, અમે સાચા કોંગ્રેસી છીએ. હું પોતાના જીવનમાં ભાજપમાં જવા વિશે વિચારી પણ નથી શકતો. અહી સુધી કે મારો મૃત શરીર પણ આવુ નહી કરે. આવુ બની શકે કે પાર્ટી લીડરશિપ મને જવા માટે કહે તો કોંગ્રેસ છોડવી પડે પરંતુ ત્યારે પણ ભાજપમાં નહી જોડાવુ. મહત્વપૂર્મ છે કે જિતિન પ્રસાદના કોંગ્રેસ છોડ્યા બાદથી કેટલાક નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. કેટલાક લીડર્સે તેમણે જનાધાર વગરનો નેતા ગણાવ્યો છે. તો કેટલાક નેતાઓએ તેમની પર વિશ્વાસઘાતનો આરોપ લગાવ્યો છે.

(5:18 pm IST)