Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

રાહુલ ગાંધીનો બંગલો છીનવાશે? : 12 તુગલક લેન આવાસ ખાલી બંગલાની યાદીમાં સમાવેશ

લોકસભા સચિવાલયે સાંસદો માટે ખાલી બંગલાનું લિસ્ટ જાહેર કર્યું

નવી દિલ્હી :લોકસભા સચિવાલયે સાંસદો માટે ખાલી બંગલાની યાદી જાહેર કરી છે. આ યાદીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું આધિકારિક આવાસ 12 તુગલક લેનનું નામ પણ સામેલ છે. 2004માં પ્રથમ વખત અમેઠીમાંથી સાંસદ બન્યા પછી રાહુલ ગાંધીનું નિવાસસ્થાન આ જ રહ્યું છે. સચિવાલય દ્વારા જાહેર કરેલી યાદીમાં એવા ઘણા સાંસદોના નામ સામેલ છે જેઓ આ વખતે ચૂંટણી જીત્યા છે.
   રાહુલ ગાંધીનો વર્તમાન બંગલો ટાઇપ 8 શ્રેણીમાં આવે છે, જે ઉચ્ચતમ શ્રેણી છે. રાહુલ ગાંધી પોતાની પરંપરાગત સીટ અમેઠીથી ચૂંટણી હારી ગયા છે.જોકે તે કેરળથી વાયનાડ સીટથી ચૂંટણી જીત્યા છે.

   નિયમો પ્રમાણે લોકસભા સચિવાલય તરફથી સાંસદોને ખાલી બંગલાની એક યાદી આપવામાં આવે છે. જેમાંથી તે પસંદ કરીને અરજી કરે છે. સાંસદોને આ વખતે 517 બંગલાની યાદી આપવામાં આવી છે. આ યાદીમાં રાહુલ ગાંધીના બંગલાનું નામ પણ છે.
સૂત્રોના મતે રાહુલ ગાંધીના કાર્યાલયને આ સર્કુલર વિશે કોઈ જાણકારી નથી.

(12:51 am IST)