Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

અસમમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભીડ દ્વારા મહિલા ડાન્સરના કપડાં ઉતારવાની કોશિશ :બે ઝડપાયા :અન્યની શોધખોળ

આયોજકો વિરુદ્ધ સાંસ્કૃતિક મંડળી દ્વારા ફરિયાદ :શાહરૃખખાન અને સુભાષ ખાનની ધરપકડ

અસમના કામરૂપ જિલ્લામાં એક સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન 500થી વધુ લોકોની ભીડે મહિલા ડાન્સરોના કથિત રૂપે પોતાના કપડાં ઉતરવાં માટે મજબુર કરવાની કોશિશ થયા બાદ પોલીસે બે લોકોને ઝડપી લીધા છે

ચાયગાંવ પોલીસ થાણા હેઠળના એક ગામમાં આયોજિત કાર્યક્રમના આયોજકો વિરુદ્ધ સાંસ્કૃતિક મંડળીએ ફરિયાદ દાખલ કરાવી હતી બાદમાં પોલીસે શાહરૂખખાન અને સુભાષ ખાનની ધરપકડ કરી છે

  ફરિયાદ મુજબ મંડળીની મહિલા ડાન્સરોને દર્શકોએ પરેશાન કર્યા હતા અને લોકોએ તેણીને કથિત રૂપે પોતાના કપડાં ઉતારી નાચવા કહ્યું હતું

(12:49 am IST)