Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

વ્હીકલ પ્રોડક્શનમાં મારૂતિ દ્વારા ૧૮ ટકા સુધીનો ઘટાડો

સતત ચોથા મહિનામાં ગાડીઓના ઉત્પાદનમાં કાપ : ઓલટો, સ્વિફ્ટ, ડિઝાયર સહિત પેસેન્જર ગાડીમાં કાપ

મુંબઈ, તા. ૧૦ : દેશની સૌથી મોટી કાર બનાવતી કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાએ મે મહિનામાં વ્હીકલ પ્રોડક્શનમાં ૧૮ ટકાનો ઘટાડો કરી દીધો છે. રેગ્યુલેટરીને આપેલી માહિતીમાં મારુતિએ આ મુજબની વાત કરી છે. પ્રોડક્શનમાં સતત ચોથા મહિનામાં કંપનીએ ઘટાડો કર્યો છે. મે મહિનામાં કાર બનાવતી આ કંપનીએ ૧૫૧૧૮૮ યુનિટનું નિર્માણ કર્યું છે જેમાં સુપર કેરી એલસીવીમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે તેમાં ૧૮.૧ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. એમએસઆઈ દ્વારા ફાઇલિંગમાં આ મુજબની વાત કરવામાં આવી છે. સુપર કેરી સિવાય કંપનીએ અન્ય સેગ્મેન્ટમાં પણ ઘટાડો કરી દીધો છે જેમાં નાની અને મોટી કારનો સમાવેશ થાય છે. અલ્ટો, સ્વિફ્ટ અને ડિઝાયર સહિત પેસેન્જર વાહનોના પ્રોડક્શનમાં ૧૮.૮૮ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવી ચુક્યો છે. મીની સેગ્મેન્ટના વાહનોમાં ૪૨.૨૯ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. એમએસઆઈ દ્વારા કોમ્પેક્ટ સેગ્મેન્ટની કારમાં પ્રોડક્શનમાં ૯.૫૪ ટકાનો ઘટાડો કર્યો છે. આવી જ રીતે યુટિલીટી વ્હીકલના પ્રોડક્શનમાં ૩.૨૧ ટકા સુધીનોઘટાડો કરવામાં આવી ચુક્યો છે.

(7:47 pm IST)