Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સની ફલાઈટમાં મહિલા પેસેન્જરે ટોયલેટનો ગેટ સમજીને વિમાનનો ઈમરજન્સી ગેટ ખોલી નાખ્યો

ઈસ્લામાબાદઃ પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (પીઆઈએ)ની ફલાઈટમાં એક મહિલા પેસેન્જરે ટોયલેટનો ગેટ સમજીને વિમાનનો ઈમરજન્સી ગેટ ખોલી દીધો. આ ઘટના ત્યારે થઈ જ્યારે ફલાઈટ રન વે પર હતી. પીઆઈએના અનુસાર વિમાનને મેનચેસ્ટરથી ઈસ્લાબાદ માટે ઉડયન કરી હતી. ઘટના ત્યારે થઈ જ્યારે ફલાઈટ પીકે ૭૦૨ રનવે પર હતી. એક મહિલા પેસેન્જરે ભૂલથી ટોઈલેટ ગેટ સમજીને ઈમરજન્સી ગેટનું બટન દબાવી દીધુ. ત્યાર બાદ યાત્રીઓ વચ્ચે અફડાતફડી મચી ગઈ હતી.

એરલાઈન્સે જણાવ્યુ કે, આ ફલાઈટમાં ૪૦ યાત્રીઓ બેઠેલા હતા. ઘટના બાદ સ્ટાન્ડર્ડ ઓપરેશન હેઠળ યાત્રીઓને તેમના સામાન સહિત નીચે ઉતારવામાં આવ્યા. ત્યાર બાદ તેમને બીજી ફલાઈટથી ઈસ્લામાબાદ માટે રવાના કરવામાં આવ્યા. ઘટનાના કારણે ઉડયનમાં ૭ કલાક મોડુ થયું હતું.

પીઆઈએ એ જણાવ્યુ કે, યાત્રીઓના પરિવહન અને રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી અને ત્યાર બાદ તેમને બીજી ઉડયનથી મોકલવામાં આવ્યા. એરલાઈન્સના મુખ્ય કાર્યકારી એર માર્શલ અરશદ મલિકે ઘટનાની તપાસ માટેના આદેશ આપ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના રાષ્ટ્રીય વિમાન કંપની અનેક વર્ષોથી નુકસાનમાં ચાલી રહી છે. જો કે હવે પાકિસ્તાન સરકારે તેમની સ્થિતિ સુધારવા માટે અનેક પગલા ઉઠાવ્યા છે.

(5:36 pm IST)