Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

વર્ષોંતે યોજાનાર ત્રણ રાજયોની ચૂંટણી માટે અમિતભાઇનો પ્લાનઃ નરેન્દ્રભાઇ મુખ્ય ચહેરો

મહારાષ્ટ્ર, ઝારખંડ અને હરીયાણામાં ભાજપની સરકારઃ શાહના નિવાસે કોર કમિટિની બેઠક મળી

નવી દિલ્હીઃ લોકસભામાં પ્રચંડ જીત સાથે ફરીથી સરકાર બનાવ્યા બાદ ભાજપ હરીયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભામાં વિજય રથને આગળ ધપાવવા ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ સક્રિય બન્યા છે આ વર્ષના અંતમાં યોજાનાર ત્રણેય રાજયોની ચૂંટણીમાં એન્ટી ઇન્કમબન્સી રોકવા નરેન્દ્રભાઇના ચહેરાને આગળ કરી લડવાની રણનીતી બનાવાઇ રહી છે.

હરીયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડ કોર ગ્રુપની બેઠકમાં અમિતભાઇએ રિસાયેલ કાર્યકર્તાઓને કોઇપણ રીતે મનાવવા અને સ્થાનીક મુદોઓનું નિરાકરણ લાવવા ત્રણેય રાજય સરકારો અને સંગઠનને એક મહિનાનો સમય આપ્યો છે ત્રણેય રાજયોમાં ભાજપની સરકાર છે અને મુખ્ય ટકકર કોંગ્રેસ સાથે છેે. આ બેઠકમાં મહામંત્રી રામલાલજી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસ, સરોજ પાંડેય, હરીયાણાના મુખ્યમંત્રી ખટ્ટર, અનિલ જૈન, ઝારખંડના સીએમ રઘુવીર દાસ સહિતના અન્ય નેતાઓ હાજર રહેલ

(4:18 pm IST)