Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

માત્ર અશ્લીલ ફોટા પોતાની પાસે રાખવા એ દંડનીય ગુનો નથીઃ કેરળ હાઇકોર્ટ

કેરળ હાઇકોર્ટે તેના એક ચુકાદામાં કહ્યું છે કે, માત્ર અશ્લીલ ફોટોગ્રાફ્સ રાખવા એ મહિલા નિષેધ કાયદા હેઠળ દંડપાત્ર ગુનો બનતો નથી. કોર્ટે એક વ્યકિત અને એક મહિલાની સામે ગુનાહિત કેસને સમાપ્ત કરતા આ ચુકાદો આપ્યો હતો

કોચ્ચિ, તા.૧૦: કેરળ હાઇકોર્ટે તેના એક ચુકાદામાં કહ્યું છે કે, માત્ર અશ્લીલ ફોટોગ્રાફ્સ રાખવા એ મહિલા નિષેધ કાયદા હેઠળ દંડપાત્ર ગુનો બનતો નથી. કોર્ટે એક વ્યકિત અને એક મહિલાની સામે ગુનાહિત કેસને સમાપ્ત કરતા આ ચુકાદો આપ્યો હતો. જોકે, તેમાં કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, આવા ફોટોગ્રાફ્સનું પ્રકાશન અથવા વિતરણ કાયદા હેઠળ દંડપાત્ર ગુનો બને છે.

ન્યાયમૂર્તિ રાજા વિજયવર્ગીયએ હાલમાં એક ચૂકાદો આપતા કહ્યું હતું કે, જો કોઇ પુખ્ત વ્યકિતની પાસે તેની કોઇ ફોટોગ્રાફી છે અને તે અશ્લીલ છે તો ૧૯૬૮ના કાયદા ૬૦ની જોગવાઇ અનુસાર તેના પર લાગુ થશે નહીં. જયાં સુધી તે ફોટોગ્રાફ્સને કોઇ અન્ય હેતુ અથવા જાહેરાત માટે વિતરિત અથા પ્રકાશિત કરવામાં ન આવે.

હાઇકોર્ટે તે સમયે આ અરજી પર તેમનો ચૂકાદો આપ્યો છે જેમાં એક વ્યકિત અને એક મહિલાની સામે કેસ રદ કરવાની માગ કરવામાં આવી હતી. આ મામલે કોલમમાં એક મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર ન હતા.

આ મામલો ૨૦૦૮માં નોંધવામાં આવ્યો હતો. પોલીસે કોલ્લ્મમાં એક બસ ડેપો પર તપાસ અભિયાન દરમિયાન બંને લોકોની બેગની તપાસ કરી હતી જે એક સાથે હતી. તપાસમાં બે કેમેરા મળ્યા હતા. તપાસ કરવા પર એવું જાણવા મળ્યું કે બંનેમાંથી એકની પાસે અશ્લીલ ફોટોગ્રાફ અને વીડિયો છે. તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી અને કેમેરા જપ્ત કરવામાં આવ્યા હતા.

(4:04 pm IST)