Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

ઉત્તરપ્રદેશમાં રાજધાની એકસપ્રેસે સુરત આવતા એક જ પરિવારના ચાર લોકોને કચડી માર્યાઃ એક ડઝન ગંભીર

કોચમાંથી બહાર નીકળીને રેલવે ટ્રેક પર ઉભેલા લોકોને પાછળથી આવેલી રાજધાની એકસપ્રેસે અડફેટે લીધા અવધ એકસપ્રેસમાં સુરત જઈ રહ્યા હતા

નવી દિલ્હી, તા. ૧૦ : યુપીના ઈટાવા સ્થિત બલરાઈ રેલવે સ્ટેશન પર ગરમીથી પરેશાન કેટલાક યાત્રિકો ટ્રેનના કોચમાંથી બહાર નીકળીને રેલવે ટ્રેક પર ઉભા હતા. ત્યારે પાછળથી આવેલી રાજધાની એકસપ્રેસ તેમના પર ફરી વળી હતી. આ દુર્દ્યટનામાં ચાર લોકોનાં મોત થયા છે. જયારે એક ડઝન જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. દ્યાયલોને સૈફઈ અને ટૂંડલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્દ્યટનામાં જીઆરપી અને આરપીએફની બેદરકારી સામે આવી છે. હાલ તંત્ર દ્યટનાસ્થળે પહોંચી ગયું છે.

ઙ્ગદુર્દ્યટનામાં મોતને ભેટેલા લોકોની ઓળખ કૌશામ્બીના રહેવાશીઓ તરીકે કરવામાં આવી છે. તેમના નામ રાજેન્દ્ર, પિન્ટૂ, જામહિરલાલ, અને ભૈયાલાલ છે. આ તમામ લોકો અવધ એકસપ્રેસમાં સુરત જઈ રહ્યા હતા. મૃતકો એક જ પરિવારના હોવાની માહિતી પણ સામે આવી છે.

(4:03 pm IST)