Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

શ્રમ સુધારા અંગે સરકાર ગંભીરઃ બિલ લાવવાની તૈયારીમાં

ટૂંકસમયમાં સંસદમાં રજૂ કરાશેઃ અન્ય જોગવાઈઓ કરાઈ સામેલ

નવી દિલ્હી, તા.૧૦: ભારે બહુમતથી જીતીને સત્ત્।ામાં વાપસી કરનાર મોદી સરકાર શ્રમ સુધારા અંગે ગંભીર છે. સરકાર સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રોમાં દરેક પ્રકારના રોજગાર અને શ્રમિકો માટે ન્યુનતમ મજૂરી અધિનિયમ નિયોજિત રોજગારના કર્મચારીઓ સુધી જ મર્યાદિત રહેશે.

સરકાર દરેક ક્ષેત્રોમાં ન્યુનતમ મજરુમાં એકરૂપતા લાવવા માટે શ્રમ સુધારા પર તેજીથી આગળ વધવા માંગે છે. ખાસ કરીને એ જોઈને ૯૦ ટકા મજુર અસંગઠિત ક્ષેત્રો સાથે જોડાયેલા છે. શ્રમ કાયદામા બદલાવ માટે કેન્દ્રીય શ્રમ તેમજ રોજગાર મંત્રાલએ મજૂરી સંહિતા વિધેયક, ૨૦૧૯ તૈયાર કરવામાં આવ્યુ છે. થોડાક સમયમાંજ રજૂ કરનારા આ વિધેયકમાં અન્ય કોઈ જોગવાઈ સામેલ કરવામાં આવી છે. ઉદાહરણ માટે પ્રસ્તાવિત કાયદાનો એક પહેલું એ હોઈ શકે છે કે સંબંધિત રાજય ન્યુનતમ મજૂરી નક્કી અને સંશોધિત કરી શકે છે. બીજી બાજુ કેન્દ્ર સરકાર અધિસુચના દ્વારા ન્યુનતમ મજૂરીનું માનક નક્કી કરશે. જે વિવિધ ભૌગોલિક ક્ષેત્રોમાં અલગ અલગ રહેશે.

પ્રસ્તાવિત વિધેયક પર હાલમાં કેબિનેટની મુહર લાગવાની છે. તેમાં આ જોગવાઈ સામેલ કરવાની સંભાવના છે કે માનક મજુરી કામગારના ન્યુનતમ જરૂરિયાતો પર આધારિત રહેશે. રાજયસરકારો તેનાથી ઓછી ન્યુનતમ મજૂરી નક્કી કરી શકે નહી. જો રાજયસરકારો દ્વારા નક્કી ન્યુનમ મજૂરી માનક મજૂરી થી વધુ હશે તો તેને ઓછી કરવામાં આવશે નહી.

(3:48 pm IST)