Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

અમરનાથ યાત્રા પહેલા દક્ષિણ કાશ્મીરમાં આતંકવાદીનો સફાયો ચાલુ

પહેલી જૂલાઇથી શરૂ થશે અમરનાથ યાત્રા

જમ્મુ : એક જૂલાઇથી શરૂ થનાર અમરનાથ યાત્રા પહેલા સુરક્ષા દળો દક્ષિણ કાશ્મીરમાંથી આતંકવાદીઓનો સફાયો કરી દેવા અંગે છે. આ જ કારણ છે કે આ મિશન હેઠળ નૌગામમાં જૈશ એ મોહમ્મદના એક આતંકવાદીને ઠાર મરાયો છે. સમાચારો અનુસાર, સુરક્ષા દળોને આ વિસ્તારમાં ર થી ૩ આતંકવાદીઓ છૂપાયા હોવાની બાતમી મળી હતી. જો કે તેના અન્ય સાથીદારોની ધરપકડ માટે અભિયાન ચાલુ છે. આ વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે.

માહિતી અનુસાર, જૈશ એ મોહમ્મદના બે થી ત્રણ આતંકવાદીઓ અનંતનાગમાં વેરીનાગની પાસે નૌગામ વિસ્તારમાં છૂપાયેલા હતાં. તેની જાણ થતા જ સવારે સૈન્યની ૧૯ આર.આર. અને રાજયના ખાસ અભિયાન શરૂ કર્યુ હતું. જવાનોને પોતાની તરફ આવતા જોઇને આતંકવાદીઓએ ફાયરીંગ શરૂ કર્યુ હતું. જવાનોએ પણ પોઝીશન સંભાળીને જવાબી ફાયરીંગ શરૂ કર્યુે. ત્યાર પછી બન્ને તરફથી ગોળીઓનો વરસાદ ચાલુ થઇ ગયો. સુરક્ષા દળો ઘણી વાર આતંકવાદીઓને શરણે આવવા માટે કહયું પણ તેમના તરફથી ગોળીબાર ચાલુ રહ્યો હતો. લગભગ સાડા સાત વાગ્યે આતંકવાદીઓ તરફથી ગોળીબાર બંધ થઇ ગયો ત્યાર પછી જવાનોએ સાવધાની પૂર્વક આગળ વધીને તલાસી લીધી. તેમને ત્યાં એક આતંકવાદીની લાશ અને હથિયારો મળી આવ્યા હતાં. મૃત આતંકવાદીની ઓળખ અનંતનાગમાં નૌપુરાના રહેવાસી ઇકબાલ તરીકે થઇ છે. અધિકારીઓએ જણાવ્યું કે ઇકબાલના વધુ બે સાથીદારો છૂપાયા હોવાની શકયતાના આધારે સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે.

(3:47 pm IST)