Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

જમ્મુ-કાશ્મીરના તુલમુલા સ્થિત માતા ક્ષીર ભવાની મંદિરમાં માથુ ટેકવતા કાશ્મીરી પંડિતોઃ કાશ્મીર વાપસી માટે કરી પ્રાર્થના

જયેષ્ઠા અષ્ટમીએ અહિં મેળો ભરાય છેઃ દેશભરમાંથી કાશ્મીરી પંડિતો દર્શને આવે છે

જમ્મુ દ્વારા : આજે જયેષ્ઠ અષ્ટમીએ હજારો કાશ્મીરો પંડીતો જમ્મુ-કાશ્મીરના તુલમુલા સ્થિત મા રાગન્યાના મંદિરમાં એકત્ર થઈ શ્રધ્ધાથી માતા ક્ષીર ભવાનીને ફૂલ ચડાવી માથુ ટેકવ્યુ હતુ અને કાશ્મીર પરત ફરવા માટે પ્રાર્થના કરી હતી.

જયેષ્ઠા અષ્ટમીના દિવસે તુલમુલા તથા મઝગાંવમાં માતા ક્ષીર ભવાનીનો મેળો ભરાય છે. કાશ્મીરી પંડિતો આ વખતે ખાસ વાત એ હતી કે કાશ્મીરી પંડિતોએ અહિંના સ્થાનીક મુસલમાન લોકો સાથે કાશ્મીર વાપસી અંગે ચર્ચા કરી હતી અને મુસ્લીમ લોકોએ પણ વિશ્વાસ દર્શાવ્યો કે તેઓ જલ્દી અહીં પરત ફરી શકશે.

માતા ક્ષીર ભવાની મંદિરે હિન્દુ- મુસ્લીમ પ્રેમ કાયમ રહ્યો છે. કાશ્મીરી પંડિતો માટે મુસ્લીમ ભાઈઓ લંગર દ્વારા ભાવિકોની સેવા કરી રહ્યા છે. ઉપરાંત પૂજામાં ઉપયોગ લેવામાં આવતા દૂધ, ફૂલ સહિતની જરૂરી સામગ્રી ઉપરાંત રહેવાની, જમવા, પાણી, વિજળી, ચિકિત્સા સહિતની પણ વ્યવસ્થા કરી છે. આજના દિવસે જ દેશભરના કાશ્મીરી પંડિતો અહીં પોતાના પરિવારજનો, પાડોશીઓ અને મિત્રોને મળે છે.

(3:46 pm IST)