Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

ઝારખંડના હઝારીબાગમાં બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં આઠ લોકોના ઘટનાસ્થળે મોત :26 ઘાયલ

રાંચીથી ગયા જતી મહારાણી બસની ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ

ઝારખંડઃ હઝારીબાગમાં ચૌપાપણ થાના વિસ્તારમાં એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 8 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 26 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

મળતી માહિતી મુજબ રાંચીથી ગયા જતી મહારાણી બસની ટ્રક સાથે અથડામણ થતાં આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા રાહત કાર્ય શરુ કરી દેવામાં આવ્યું છે અને ઇજાગ્રસ્ત લોકોને રિમ્સ અને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(1:55 pm IST)