Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

પત્રકાર પ્રશાંત કનોજીયાની ધરપકડ વિરુધ્ધ સુપ્રીમ કોર્ટમાં પિટિશન : પ્રશાંતની પત્ની જીગીશાએ હેબિયસ કોર્પ્સ એક્ટ હેઠળ અરજી કરી

ન્યુદિલ્હી : ઉત્તરપ્રદેશના ચીફ મિનિસ્ટર યોગી આદિત્યનાથ વિશેના વિવાદાસ્પદ લખાણ બદલ પત્રકાર પ્રશાંત કનોજિયાની શનિવારે ધરપકડ થઇ છે.જેના વિરુધ્ધ તેની પત્ની જીગીશાએ હેબિયસ કોર્પ્સ એક્ટ હેઠળ દાખલ કરેલી અરજીની સુનાવણી  સુપ્રીમ કોર્ટ દ્વારા મંગળવાર 11 જૂન ના રોજ હાથ ધરાશે

ઉલ્લેખનીય છે કે પ્રશાંતની ધરપકડ ઇન્ડિયન પીનલ કોડ કલમ 67 ઇન્ફોર્મેશન એક્ટ મુજબ કરાઈ છે.પરંતુ પોલીસ તેને તેના ન્યુદિલ્હી ખાતેના નિવાસ સ્થાનેથી કોઈપણ જાતના વોરંટ વગર સિવિલ ડ્રેસમાં ઉપાડી જતા તેની પત્નીએ ઉપરોક્ત પિટિશન દાખલ કરી હોવાનું B એન્ડ  B દ્વારા જાણવા મળે છે.

(12:31 pm IST)