Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

યુ.એસ.માં કાર અકસ્માતે ઇન્ડિયન અમેરિકન યુવાન મુકેશ દેશમુખ તથા તેની 3 વર્ષીય પુત્રી દિવિજાનું કરુણ મોત

નોર્થ કેરોલીના :  યુ.એસ.માં કાર અકસ્માતે ઇન્ડિયન અમેરિકન  37 વર્ષીય યુવાન મુકેશ દેશમુખ તથા તેની 3 વર્ષીય પુત્રી દિવિજાનું કરુણ મોત નિપજયું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પ્રાપ્ત વિગત મુજબ માસુમ પુત્રી દિવિજાનો 3 જો જન્મદિવસ ઉજવવા પરિવાર  મર્ટલ બીચ જઈ રહયો  હતો  ત્યારે સામેથી આવતા ગોઝારા ટ્રકએ ટક્કર મારતા પિતા પુત્રીનું સ્થળ ઉપર જ મૃત્યુ નીપજ્યું હતું જયારે કાર ચાલક 36 વર્ષીય મોનિકાને તાત્કાલિક હોસ્પિટલે લઇ જવાતા તેને સમયસર સારવાર મળી જતા ભયમુક્ત જાહેર કરાયેલ છે.

સદગત મુકેશ વિપ્રો ટેક્નોલોજીમાં રાલે મુકામે નોકરી કરતા હતા.તેમના પરિવારજનોને  જાણ કરાતાં તેઓ તાત્કાલિક અમેરિકા જવા રવાના થઇ ગયા છે.

(12:29 pm IST)
  • ચૂરુ રાજસ્થાનમાં ૫૦ ડિગ્રીને ગરમી વળોટી ગઈ.. ચૂરુ રાજસ્થાનમાં આજે દેશભરનું સૌથી ઊંચું ૫૦.૩ ડિગ્રી ઉ.માન રહ્યું access_time 11:30 pm IST

  • પ.બંગાળમાં સ્થિતિ ન સુધરે તો રાષ્ટ્રપતિ શાસન ? કેન્દ્ર કલમ ૩૫૬નો ઉપયોગ કરશે? પ.બંગાળ ભાજપના પ્રભારી વિજય વર્ગીય એ આપ્યો સ્પષ્ટ સંકેત access_time 4:18 pm IST

  • અલીગઢમાં ભારેલો અગ્નિ :વાતાવરણ તંગ: તંત્રએ કલમ 144 લગાવી: ઇન્ટરનેટ પર પ્રતિબંધ મુકાયો :અલીગઢના ટપ્પલમાં અઢી વર્ષની બાળકીની હત્યા બાદ તંત્ર એલર્ટ: અર્ધસૈનિક દળ તૈનાત access_time 1:02 am IST