Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

GSTના ર૮%નાં સ્લેબમાંથી દુર થશે અનેક ચીજવસ્તુઓ

ર૦ જૂને યોજાનારી GST કાઉન્સીલની બેઠકમાં ઓટોમોબાઇલ સહિત કેટલીક આઇટમ્સને ર૮% માંથી હટાવવા નિર્ણય લેવાશેઃ ઇલેકટ્રોનિક ઇનવોયસિંગ શરૂ કરવા પણ કદાચ વિચારાશેઃ ઇકોનોમી ઉપરનો સુસ્તીનો ઓછાયો દુર કરવા પ્રયાસ થશે

નવી દિલ્હી તા. ૧૦ :.. ડીમાંડમાં નરમી સામે નિપટવાની કોશિષો હેઠળ જીએસટીમાં ફેરફાર કરીને તેના સૌથી ઉંચા ર૮ ટકાના સ્લેબમાંથી ઘણી આઇટમો હટાવી શકાય છે.

કેટલાક રાજયોએ ટેક્ષનો દર ઘટાડવાને સમર્થન આપ્યું છે. તેમની વાત તેમણે કેન્દ્રને જણાવી દીધી છે. પ જૂલાઇએ રજૂ થનાર બજેટ પહેલા જીએસટી કાઉન્સીલની બેઠક ર૦ જૂને થવાની છે. એ બેઠકમાં આ મુદ્ે ચર્ચા થઇ શકે છે. નવી મોદી સરકારમાં નાણામંત્રીની જવાબદારી સંભાળનાર નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં કાઉન્સીલની પહેલી બેઠક થશે. જીએસટી કાઉન્સીલ આ બેઠકમાં ઇલેકટ્રોનિક ઇનવોઇસીંગ શરૂ કરવાના પ્રસ્તાવ પર પણ વિચાર કરી શકે છે. કાઉન્સીલ એન્ટી-પ્રોફીટીયરીંગ ફ્રેમ વર્કનો વ્યાપ વધારવા બાબતે પણ ચર્ચા કરી શકે છે. આ ફ્રેફ વર્કનો વ્યાપ નોટીફીકેશન દ્વારા વધારી શકાય છે. ટેક્ષ રેટમાં ઘટાડાનું દબાણ કરનાર એક રાજયના એક સીનીયર અધિકારીએ કહયું કે માંગમાં મંદી દેખાઇ રહી છે. આ મોરચા પર તાત્કાલીક પગલા લેવા પડશે. નહીંતર મંદીમાં વધારો થશે.

ઓટો મોબાઇલ્સને ર૮ ટકા જીએસટી સ્લેબમાં રાખવામં આવ્યું છે. ગાડીઓ પર તેમના આકાર અને સેગમેન્ટ અનુસાર કંપનસેશન સેસ પણ લાગે છે. રેટ ઘટવાથી કિંમતો ઓછી થશે અને તેનાથી કદાચ ખરીદી વધે. આ બાબતનો અંતિમ નિર્ણય મુદા ભંડારની સ્થિતી જોઇને લેવાશે. એક સરકારી અધિકારીએ જો કે કહયું કે અર્થ વ્યવસ્થા ઉપર વધારે ભાર મુકાશે કેમ કે મંદી લાંબી ચાલે તો સરકારી ખજાનાને અસર થવાની જ છે. આરબીઆઇ એ આ વર્ષમાં સતત ત્રીજીવાર રેપો રેટ ઘટાડયો છે. તેના કારણે રેપો રેટ છેલ્લા નવ વર્ષમાં સૌથી નીચે આવી ગયો છે.

ભારતીય અર્થ નિતીને ગ્રોથ રેટ ર૦૧૯ ના નાણાકીય વર્ષમાં ૬.૮ ટકા સાથે છેલ્લા પાંચ વર્ષના તળીયે છે. જાન્યુઆરી - માર્ચ ત્રિમાસીક દરમ્યાન તે પ.૮ ટકા હતો. જે છેલ્લા ર૦ ત્રિમાસીકોમાં સૌથી ઓછો છે.

ઇડલવાઇઝની એનાલીસીસ અનુસાર મોટાભાગની કન્ઝયુમર ગુડસ કંપનીઓએ માર્ચ કવાર્ટરમાં નફામાં ઘટાડો નોંધાવ્યો છે. આવું થવાનું મુખ્ય કારણ ગ્રામ્ય વિસ્તારોમાં મંદી અને નબળા કન્ઝયુમર સેન્ટીમેંટના કારણે થયું છે. પેસેંજર વ્હીકલનું વેચાણ એપ્રિલમાં ૧૭ ટકા ઘટયું હતું અને મે પણ મોટાભાગની કંપનીઓ માટે એટલો જ નબળો પુરવાર થયો. મે માં મારૂતિનાં વેચાણમાં રર ટકા ઘટાડો થયો હતો. નિષ્ણાતોએ ઓટો સેકટરમાં એકયુમ્યુલેટેડ ક્રેડીટની તરફ ણ ઇશારો કર્યો.

પીડબલ્યુસીના નેશનલ લીડર પ્રતીક જૈને કહયું કે ઘણા ડીલરોને એકયુમ્યુલેટેડ ઇનપુટ ક્રેડીટનો સામનો કરવો પડી રહ્યો છે. આવું પોસ્ટ સેલ ડીસ્કાઉન્ટ અને ઇન્વેન્ટરી ધીરે ધીરે ઘટવાના કારણે થયું છે. તેમણે કહયું કે ડીમાંડ વધારવા માટે જીએસટી ઘટાડવો જોઇએ ખાસ કરીને નાની અને એનવાયરમેન્ટ ફ્રેંડલી કારોમાં.

(11:55 am IST)