Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

વિધાનસભા ચૂંટણીમાં ટાર્ગેટ રપ૦: ભાજપે બંગાળ જીતવા પૂરજાશેમાં તૈયારીઓ આરંભી

પશ્ચિમ બંગાળમાં ર૦ર૧માં વિધાનસભા ચૂંટણી યોજાશે, કુલ ર૯૪ બેઠકો છેઃ ભાજપે લોકસભા ચૂંટણીનાં પરિણામો બાદ પ્રદર્શનના આધારે વિધાનસભાની બેઠકોને એ,બી,સી અને ડી. એમ ચાર વર્ગમં વહેંચી

નવી દિલ્હી તા. ૧૦ :.. લોકસભા ચૂંટણીમાં પ્રભાવશાળી દેખાવ કર્યા બાદ બીજેપી હવે પશ્ચિમ બંગાળમાં પોતાના કદમાં વધારો કરવા માટે મક્કમ છે. હવે વિધાનસભા ચૂંટણીમાં બીજેપી રપ૦ બેઠકોના ટાર્ગેટ સાથે આગળ વધી રહી છે અને એ માટે એણે તૈયારીઓ પણ આરંભી દીધી છે. બીજેપીએ લોકસભાની ચૂંટણીમાં બંગાળમાં ૪ર માંથી ૧૮ બેઠકો મેળવી હતી જે મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ની રર બેઠકો કરતાં ફકત ચાર બેઠક ઓછી હતી. હવે રાજયમાં ર૦ર૧ માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને એમાં કુલ ર૯૪ બેઠકો છે.

આમ બંગાળમાં બીજેપી મજબૂત પક્ષ તરીકે ઊભરી છે, તૃણમૂલ કોંગ્રેસ બંગાળોના અભિમાન માટે લડી રહી છે તો બીજી તરફ બીજેપી વિકાસના મુદાને આગળ ધપાવી રહી છે. બીજેપી રોજગારી ઊભી કરવા માટે ઉદ્યોગીકરણ અને સીટીઝનશીપ બીલ તથા નેશનલ રજિસ્ટર ઓફ સીટીઝન (એનઆરસી) જેવા મુદાઓ પર ચૂંટણી લડશે.

લોકસભા ચૂંટણીમાાં બીજેપી મજબુત પક્ષ તરીકે ઊભરી છે અને એણે ટીએમસી તથા વિરોધ પક્ષ કોંગ્રેસ અને સીપીએમને મજબૂત ટક્કર આપી છે. લોકસભાની ચૂંટણીમાં ટીએમસીની ર૦૧૪ ની બેઠકો ૩૪ હતી જે ઘટીને આ વખતે રર થઇ ગઇ છે. કોંગ્રેસની ચારમાંથી ઘટીને બે બેઠકો રહી ગઇ છે, જયારે સીપીએમ તો ખાતું ખોલાવવામાં પણ નિષ્ફળ રહ્યો છે.

બીજેપીનાં સુત્રોના જણાવ્યા પ્રમાણે અમે ટીએમસીના યોગ્ય નેતાઓને અમારા પક્ષમાં સામેલ કરીશું. એવા નેતા જેમની જાહેર પ્રતિષ્ઠા સારી છે અને તેમની વહીવટી ક્ષમતા પણ સારી હશે તેવા નેતાઓને બીજેપીમાં સામેલ કરવામાં આવશે. પરંતુ હાલમાં અમે  આ માટે કોઇ ઉતાવળ કરવા ઇચ્છતા નથી.

બીજેપીએ લોકસભા ચૂંટણીનાં પરિણામો બાદ પ્રદર્શનના આધારે વિધાનસભાની બેઠકોને એ, બી, સી અને ડી એમ ચાર વર્ગમાં વહેંચી દીધી છે. ૧૩૦ બેઠકો જયાં અમે સરસાઇ મેળવી છે એ કેટેરી -એ માં આવશે. જયારે ૬પ એવી બેઠકો છે જયાં અમે બીજા સ્થાને રહ્યા હતા એને કેટેગરી- બીમાં સામેલ કરાશે. જયારે કેટેગરી-સી માં એવી બેઠકો સામેલ કરાશે જયાં અમે નજીવા અંતરેથી બીજું સ્થાન ચુકી ગયા હતાં. કેટેગરી-ડીમાં બાકીની બેઠકો રહેશે.

બીજેપીના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું છે કે પાર્ટી તમામ બેઠકો પર પોતાની રાજકીય ગતિવિધીઓ શરૂ કરી દેશે. પરંતુ અમારું સૌથી વધુ ધ્યાન એ, બી અને સી કેટેરીની બેઠકો પર રહેશે. અમે આ ત્રણ કેટેગરીની બેઠકોમાં પક્ષને વિજય મળે એ માટે કામ કરીશું.

(11:51 am IST)